કરીના કપૂર અને આયુષ્માન ખુરાના પહેલીવાર સાથે જોવા મળશે

  • June 18, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેઘના ગુલઝાર હૈદરાબાદની સનસનાટીભરી ઘટના પર બનાવી રહી છે ફિલ્મ 'દાયરા




આગામી સમયમાં કરીના કપૂર અને આયુષ્માન ખુરાના પહેલીવાર સાથે રૂપેરી પરદા પર સાથે જોવા મળશે. હૈદરાબાદની સનસનાટીભરી ઘટના પર મેઘના ગુલઝાર 'દાયરા'બનાવી રહી છે .'તલવાર' અને 'રાઝી' જેવી તેની શાનદાર ફિલ્મો માટે જાણીતી મેઘના ગુલઝાર હાલમાં તેના નવા પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. મેઘના આ ફિલ્મમાં કરીના કપૂર સાથે આયુષ્માન ખુરાનાને લીડ રોલમાં કાસ્ટ કરવાની તૈયારી કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેને આ ફિલ્મની સ્ટોરી પસંદ આવી છે.મેઘના ગુલઝાર તેની 'તલવાર' અને 'રાઝી' જેવી શાનદાર ફિલ્મો માટે જાણીતી છે. મેઘનાએ હવે તેના આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી છે. જે 2019ના હૈદરાબાદ એન્કાઉન્ટર કેસથી પ્રેરિત છે, જે બળાત્કારના ચાર શંકાસ્પદ આરોપીઓ સાથે સંબંધિત વાર્તા છે. ફિલ્મનું શીર્ષક 'દાયરા' હશે અને કહેવામાં આવી રહ્યું છે કે મેઘના આ ફિલ્મની મુખ્ય ભૂમિકા માટે કરીના કપૂર અને આયુષ્માન ખુરાના સાથે વાતચીત કરી રહી છે.જો વાત આગળ ચાલી અને બધું સમુસુતરું પર પડ્યું તો આયુષ્માન ખુરાના અને કરીના કપૂર મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં પહેલીવાર સાથે દેખાશે. કહેવામાં આવી રહ્યું છે કે મેઘના ગુલઝારની આગામી ફિલ્મ 'દાયરા'નું નિર્માણ જંગલી પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.



ફિલ્મ પર કામ 2024ના અંત સુધીમાં શરૂ થશે
સૂત્રના જણાવ્યા અનુસાર, મેઘના ગુલઝારે આ ફિલ્મની વાર્તા આયુષ્માન ખુરાના અને કરીના કપૂર ખાનને સંભળાવી છે અને બંનેને આ વાર્તા ગમી છે. કહેવામાં આવી રહ્યું છે કે 'તલવાર' પછી મેઘનાની આ બીજી ફિલ્મ છે જે મોટા પડદા પર આવો જ કિસ્સો લાવવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ કામ આ વર્ષના અંત સુધીમાં 2024 સુધી શરૂ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application