કપિલ સિબ્બલનો સુપ્રીમ કોર્ટ બાર એસો.ની ચૂંટણીમાં વિજય

  • May 17, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ચૂંટણીમાં વરિ વકીલ કપિલ સિબ્બલનો વિજય થયો છે. કપિલ સિબ્બલને કુલ ૧૦૬૬ વોટ મળ્યા યારે બીજા નંબરે આવેલા વરિ વકીલ પ્રદીપ રાયને ૬૯૮ વોટ મળ્યા. જેના કારણે હવે તેઓ ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ બનશે.

વરિ વકીલ અને રાયસભાના સાંસદ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી જીતી લીધી છે.આઉટગોઈંગ પ્રેસિડેન્ટ, સિનિયર એડવોકેટ ડો. અદિશા અગ્રવાલ ત્રીજા નંબરે હતા. તેમને ૨૯૬ મત મળ્યા હતા. આ ચોથી વખત હશે યારે કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કામ કરશે.આ પહેલા કપિલ સિબ્બલ વર્ષ ૨૦૦૧–૨૦૦૨ સુધી બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂકયા છે. તે પહેલા તેઓ ૧૯૯૫–૯૬ અને ૧૯૯૭–૯૮માં ના પ્રમુખ પણ હતા.

આ માત્ર ટ્રેલર છે'
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલની સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને ઉદારવાદી અને લોકતાંત્રિક દળોની જીત ગણાવી હતી અને કહ્યું હતું કે આ દેશમાં બહત્પ જલ્દી આવનારા મોટા ફેરફારોનું ટ્રેલર છે. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં વરિ વકીલ સિબ્બલે તેમના નજીકના હરીફ પ્રદીપ રાયને હરાવ્યા હતા.તેમની જીત બાદ રમેશે 'એકસ ' પર પોસ્ટ કયુ કે કપિલ સિબ્બલ પ્રચડં બહત્પમતી સાથે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઉદાર, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રગતિશીલ દળો માટે આ એક મોટી જીત છે. તે રાષ્ટ્ર્રીય સ્તરે ખૂબ જ ટૂંક સમયમાં આવી રહેલા પરિવર્તનનું ટ્રેલર પણ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application