શાહરૂખ ખાને પુત્ર આર્યનની ડેબ્યુ સીરિઝની જાહેરાત કરી, ત્યારે કંગના રનૌતએ પોતાની લાક્ષણિક અદાથી તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે આ બહુ સારી વાત છે કે બીજા સ્ટાર કીડની માફક આર્યન ખાને મહેનતનો રસ્તો અપનાવ્યો, સરળ અને ટુંકો માર્ગ નહી.
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન નેટફ્લિક્સ પર નવી સિરીઝ સાથે ડિરેક્શનમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝનું નામ 'સ્ટારડમ' છે અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. કંગના રનૌતે આર્યનના પગલાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે સ્ટાર કિડ હોવા છતાં તેણે આસાન રસ્તો પસંદ કર્યો નથી.
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને પુત્ર આર્યનની દિગ્દર્શિત ડેબ્યૂ શ્રેણીની જાહેરાત કરી છે, જે નેટફ્લિક્સ પર પ્રસારિત થશે. તેનું નિર્માણ ગૌરી ખાને સંભાળ્યું હતું, જેની વાર્તા ફિલ્મ ઉદ્યોગની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. રેડ ચિલીઝ અને નેટફ્લિક્સે આ શ્રેણી માટે હાથ મિલાવ્યા છે અને લોસ એન્જલસમાં એક કાર્યક્રમમાં તેની જાહેરાત કરી છે. હવે કંગના રનૌતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
વાસ્તવમાં આર્યન ખાનના નિર્દેશનમાં બનેલી સિરીઝ 'સ્ટારડમ' 2025માં રિલીઝ થશે. આ વાત કિંગ ખાનના પુત્ર દ્વારા પણ લખવામાં આવી છે.ઓટીટી પ્લેટફોર્મથી લઈને સોશિયલ મીડિયા પર શાહરૂખે આ જાણકારી આપી છે. હવે કંગના રનૌતે એક લાંબી પોસ્ટ સાથે પ્રતિક્રિયા આપી છે. તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આર્યન અન્ય સ્ટાર કિડ્સની જેમ સરળ રસ્તો નથી અપનાવતો.
કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, 'આ સારી વાત છે કે ફિલ્મી પરિવારોના બાળકો માત્ર મેક-અપ કરવા, વજન ઘટાડવા અથવા સારા દેખાવા માટે અને પોતાને એક્ટર્સ તરીકે સમજવા માટે આગળ વધી રહ્યા છે. આપણે બધાએ સાથે મળીને ભારતીય સિનેમાને આગળ લઈ જવું જોઈએ. કારણ કે આ સમયની જરૂરિયાત છે. સંસાધનો ધરાવતા લોકો ઘણીવાર સૌથી સરળ માર્ગ અપનાવે છે. અમને કેમેરાની પાછળ વધુ લોકોની જરૂર છે. આર્યને આ રસ્તો અપનાવ્યો તે સારું છે. એક ફિલ્મ નિર્માતા અને લેખક તરીકે તેની પદાર્પણ જોવા માટે આતુર છીએ.
શાહરૂખ ખાને એક્સ પર પોસ્ટ સાથે આર્યનના ડિરેક્ટર તરીકે ડેબ્યૂની જાહેરાત કરી. કહ્યું કે દર્શકોને નવી વાર્તા જોવા મળશે. રેડ ચિલીઝ અને આર્યન ખાન નેટફ્લિક્સ પર તેમની નવી શ્રેણી સાથે આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPD Champions Trophy: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડ 79 રનથી હરાવ્યું
January 21, 2025 09:41 PMOne Nation One Election: વન નેશન વન ઈલેક્શન પર JPC ની બીજી બેઠક 31 જાન્યુઆરીએ યોજાશે
January 21, 2025 07:56 PMટ્રમ્પે શપથ લેતાની સાથે જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી મોકલી શકાય છે પરત
January 21, 2025 07:54 PMતુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, 66 લોકોના મોત અને અનેક ઘાયલ
January 21, 2025 07:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech