કંગના રનૌત મોદીના સારા કામને બગાડી રહી છે: ભાજપ

  • September 26, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીની સાંસદ કંગના રનૌતની પોતાની પાર્ટી તેના નિવેદનોથી નારાજ દેખાઈ રહી છે. હવે પાર્ટીએ કહ્યું છે કે રણૌત દ્રારા શીખ સમુદાય વિદ્ધ કરવામાં આવેલા નિવેદનોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા કાર્યેા પર ખરાબ અસર પડી રહી છે. આ પહેલા પણ બીજેપીએ કૃષિ કાયદાને લઈને કરેલા નિવેદનોથી પોતાને દૂર રાખ્યા હતા. બાદમાં સાંસદે પણ નિવેદન પાછું ખેંચી લીધું હતું.
ભાજપના રાષ્ટ્ર્રીય પ્રવકતા જયવીર શેરગીલે આરોપ લગાવ્યો છે કે રણૌતના નિવેદનોથી પીએમ મોદીના સારા કાર્યેાને અસર થઈ શકે છે. તેમણે કહ્યું કે, પંજાબી હોવાના નાતે હત્પં કહેવા માંગુ છું કે કંગના રનૌતના પંજાબના ખેડૂતો અને શીખ સમુદાય વિદ્ધ વારંવારના, પાયાવિહોણા, વાહિયાત નિવેદનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના તમામ સારા કાર્યેા પર અસર પાડી રહ્યા છે. તેમણે કહ્યું, પીએમ નરેન્દ્ર મોદીના ખેડૂતો અને પંજાબ સાથેના સંબંધોને સાંસદના બેજવાબદારીભર્યા નિવેદનો તરફથી ન જોવા જોઈએ.
રનૌતે ત્રણ કૃષિ કાયદાઓ અંગે આપેલું નિવેદન પાછું ખેંચ્યું હતું અને દુ:ખ વ્યકત કયુ હતું. તેમણે કહ્યું, મીડિયાના સવાલોના જવાબમાં મેં કહ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ અને ખેડૂતોએ આ અંગે વડાપ્રધાનને વિનંતી કરવી જોઈએ. મારી આ વાતથી ઘણા લોકો નિરાશ છે. યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે આપણામાંથી ઘણા લોકોએ તેને ટેકો આપ્યો હતો, પરંતુ વડાપ્રધાને ખૂબ જ સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે આ કાયદાઓ પાછા ખેંચી લીધા અને તેમના શબ્દોની ગરિમા જાળવવી એ આપણા બધા કાર્યકરોની ફરજ છે.
તેણે આગળ કહ્યું, 'હવે મારે ધ્યાનમાં રાખવું પડશે કે હત્પં કલાકાર નથી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. મારા વિચારો મારા પોતાના ન હોવા જોઈએ, તે પાર્ટીનું વલણ હોવું જોઈએ. જો મેં મારા શબ્દો અને વિચારથી કોઈને નિરાશ કર્યા હોય, તો હત્પં દિલગીર થઈશ. હત્પં મારા શબ્દો પાછા લઉં છું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application