કમલા બન્યાં રાષ્ટ્રપતિપદના સત્તાવાર ઉમેદવાર

  • August 03, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેસિડેન્ટ જો બાયડેનની ઘર વાપસી બાદ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીને કમલા હેરિસના રૂપમાં નવો ઉમેદવાર મળ્યો છે. હવે કમલા હેરીસ ડોનાલ્ડ ટ્રમ્પ્ને સીધી ટક્કર આપશે. અમેરિકામાં, ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને પસંદ કરવા માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પૂરતા મત મળ્યા હતા. આ જાહેરાત ડેમોક્રેટિક નેશનલ કમિટીના ચેરમેન જેમી હેરિસન દ્વારા સમર્થકો સાથેની કોલ દરમિયાન કરવામાં આવી હતી. આ અંગે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે સંભવિત ડેમોક્રેટિક નોમિની તરીકે હું સન્માનિત છું.વર્તમાન પ્રમુખ જો બાયડેને જુલાઈ 20 ના રોજ બીજી મુદત માટેની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી ત્યારે કમલા હેરિસે સત્તાવાર રીતે તેમની ઉમેદવારીની જાહેરાત કરી. અમેરિકાના વર્તમાન વાઇસ પ્રેસિડેન્ટ અને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર 6 ઓગસ્ટથી તે રાજ્યોના ચાર દિવસના પ્રવાસ પર હશે. જ્યાં મુકાબલો કપરો રહેવાની ધારણા છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોણ હશે ઉમેદવાર

આ સાથે ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે અટકળોનો સમયગાળો શરૂ થઈ ગયો છે. નવેમ્બર 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હેરિસની સાથે ચૂંટણી લડનાર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવ્યું છે અને  6 ઓગસ્ટ પહેલા તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.


આ નામની જોરદાર ચર્ચા
અમેરિકન મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરો, એરિઝોનાના સેનેટર માર્ક કેલી અને મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ટોચના ઉમેદવારોમાં સામેલ છે. હેરિસ (59) એકમાત્ર એવા ઉમેદવાર છે કે જેમણે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી વતી ઉમેદવારી પત્ર ભર્યું છે.ટીમના જણાવ્યા અનુસાર, ત્યાંથી હેરિસ અને તેના સાથી ઉમેદવારો 7 ઓગસ્ટે વિસ્કોન્સિન અને મિશિગનના ડેટ્રોઇટમાં ઇઓ ક્લેર, 8 ઓગસ્ટે નોર્થ કેરોલિનામાં રિસર્ચ ટ્રાયેન્ગલ, 9 ઓગસ્ટે એરિઝોનામાં ફોનિક્સ અને 10 ઓગસ્ટે નેવાડામાં લાસ વેગાસ જશે અને પ્રચાર કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application