અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકના ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટના જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાંક વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. કેટલાક હોલીવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને રાખ થઈ છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાને પગલે કમલા હેરિસનું ઘર ખાલી કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર લોસ એન્જલસ શહેરમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવ્યું છે.
દોઢ દિવસમાં 3,000 એકર જમીનમાં આગ પ્રસરી
પેસિફિક પેલિસેડ્સને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગ દોઢ દિવસમાં 3,000 એકર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આગના કારણે 30 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. રિપોર્ટ મુજબ, પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આ આગ એક મિનિટમાં પાંચ ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારને બાળીને રાખ કરી રહી છે.
રાષ્ટ્રપતિ જો બાઈડને આર્થિક મદદની જાહેરાત કરી
લોસ એન્જલસ પ્રશાસને સમગ્ર શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે. તે અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં 1 કરોડ લોકો રહે છે. જંગલમાં ફેલાયેલી આગને કારણે અહીંના લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. કેલિફોર્નિયા પ્રશાસને સામાન્ય લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને આર્થિક મદદની જાહેરાત કરી છે.
લોસ એન્જલસની ભીષણ આગે હોલીવૂડને ઝપટે લીધું
લોસ એન્જલસ શહેરના પોશ પેલિસેડ્સ વિસ્તારમાં આગને કારણે ઘણા હોલીવૂડ સ્ટાર્સના બંગલાઓ બળી ખાખ થઈ ગયા હતા. માર્ક હેમિલ, પેરિસ હિલ્ટન, જેમી લી કર્ટિસ, મેન્ડી મૂર, મારિયા શ્રીવર, એશ્ટન કુચર, જેમ્સ વુડ્સ અને લેઇટન મીસ્ટર સહિત ઘણા હોલીવૂડ સ્ટાર્સના ઘરોમાં આગ લાગી છે. ઘણા સેલિબ્રિટીઓને પોતાના ઘર છોડવા પડ્યા છે.
શા માટે આગ ભભૂકી રહી છે? હેલિકોપ્ટર અને પ્લેન વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે પવનોને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે અલગ-અલગ જગ્યાએ આગ સતત ફેલાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech