નાગરિક બેન્કની ચૂંટણીમાં ખુદ કલ્પક મણિયાર સંસ્કાર પેનલ સાથે મેદાનમાં ઉતર્યા

  • November 08, 2024 08:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફોર્મ ભરવાના અંતિમ દિવસે 21 પૈકીના 15 ડેલીગેટોના નામ જાહેર કરતા હરીફોમાં હડકંપ: કલ્પક મણિયાર સામે કૌભાંડના આક્ષેપ કરનાર જયેશ સંઘાણીને 500 કરોડની બદનક્ષી નોટીસ ફટકારતા ખળભળાટ

રાજકોટની નાના લોકોની મોટી બેન્ક એવી નાગરિક સહકારી બેન્ક કે જેની 48 જેટલી બ્રાન્ચ અને સાડા ત્રણ લાખ જેટલા સભાસદો છે. આ બેન્કની 28 વર્ષ પછી ચૂંટણી આવતા સહકારી ક્ષેત્રે અનેક ચર્ચાઓ જાગી છે. ચૂંટણી આવવા પાછળનું કારણ બેન્કના ડાયરેકટરોનો અંદરો અંદરનો ધુંધવાયેલો વિવાદ અને વિખવાદ હવે જાહેરમાં આવી જતાં ચૂંટણી કરવાની ફરજ પડી છે ત્યારે બેન્કના પૂર્વ ચેરમેન જયોતિન્દ્ર (મામા) મહેતાની સહકાર પેનલ સામે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અચાનક જ ધડાકો કરનાર બેન્કના ડાયરેકટર અને પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર સંસ્કાર પેનલ સાથે મેદાનમાં ઉતરતા આ ચૂંટણી હાઇપ્રોફાલ બની છે. આજે બપોરે 12-00 વાગ્યે સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત 15 ડેલીગેટોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં કલ્પકભાઇના ભાઇ મિહિર મણિયારે પણ ફોર્મ ભર્યું છે. આ ઉપરાંત જયંતભાઇ ધોળકિયા, લલિતભાઇ વડેરિયા (કાળુમામા), ડો.ડી.કે.શાહ, દિપકભાઇ કારિયા, વૈશાલભાઇ મિઠાણી, દિપકભાઇ અગ્રવાલ, હિમાંશુભાઇ ચિનોય, ભાગ્યેશભાઇ વોરા, વિજયભાઇ કારિયા, પંકજભાઇ કોઠારી, નિમેષભાઇ કેસરિયા, નીતાબેન શેઠ અને હિનાબેન બોઘાણીના નામનો સમાવેશ થાય છે. જયારે હજુ છ નામ જાહેર કરવાના બાકી છે.

આ ચૂંટણીમાં રાજકોટના 196 ડેલીગેટોના મત ખુબ મહત્વના ગણાશે અને 196માંથી 100 જેટલા મત કલ્પક મણિયાર મેળવી શકે છે. એ ચચર્થિી સહકાર પેનલે પણ એડીચોટીનું જોર લગાવી સ્થિતિ મજબૂત બતાવવા માટેના પ્રયાસો શ કયર્િ છે.

નાગરિક બેન્કની ચૂંટણી આવવા પાછળનું કારણ બેન્કના કૌભાંડો અને આ કૌભાંડો આચરનારાઓ સામે કોઇ પગલાં ન લેવાતા આવી હોવાનું સંસ્કાર પેનલના કલ્પક મણિયારે જણાવ્યું હતું. આજે મામા (જયોતિન્દ્ર મહેતા) સામે ભાણેજ (કલ્પક મણિયાર)એ કલેકટર સમક્ષ ફોર્મ રજુ કર્યું હતું અને જણાવ્યું હતું કે, જૂનાગઢ અને મુંબઇની બ્રાન્ચમાં જે કૌભાંડો થયા છે તેમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને તેની જાણ રિર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયાને કરવામાં આવે તે સાથે જ હું અને મારી પેનલના ડેલીગેટસો ફોર્મ પરત ખેંચી લઇશું. સહકારી ક્ષેત્ર ભાજપ સાથે જોડાયેલું છે અને ભાજપ સાથે જ જોડાયેલું રહેશે. મારે કે મારા પરિવારને પાર્ટી સાથે કોઇ મનભેદ ન હોઇ શકે કારણ કે અમે જનસંઘ વખતથી ભાજપ્ની સાથે છીએ અને રાજકોટમાં સંઘના પાયામાં છીએ. અમારી માગ એટલી જ છે કે, ઘરમાં કોઇક ચોર છે તેને રક્ષણ આપવાને બદલે બહાર લાવવો જરી છે. 

વધુમાં નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન મણિયારે જણાવ્યું હતું કે, અગાઉ સોશિયલ મીડિયા ઇન્ટરવ્યુમાં મે બેન્કના ગેરવહીવટ અંગે નિખાલસપણે ચચર્િ કરી હતી તેમાં પ્રત્યક્ષ કોઇપણ આક્ષેપ કોઇપણ વ્યક્તિ સામે કરવામાં આવ્યા નથી. આમ છતાં એક જવાબદાર બોર્ડ મેમ્બર તરીકે મારે સ્પષ્ટતા કરવી જરી છે કે, મારા ઉ5ર લોન કૌભાંડના આક્ષેપો થયા છે તે પાયા વિહોણા છે.


 

*મણિયાર સામે આક્ષેપ કરનાર જયેશ સંઘાણીને 500 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી*

   રાજકોટના ૧૦૦ વર્ષ જૂના સેવાભાવી દાતા તેમજ ગર્ભશ્રીમંત મણીઆર પરિવારમાંથી આવતા કલ્પપકભાઈ મણિઆર દેશ વિદેશમાં અનેક દાયકાઓથી વ્યવવસાયીક જીવનમાં મોખરાનું સ્થામન ધરાવે છે. કલ્પકભાઈ મણિઆર પોતે ચાર્ટડ એકાઉન્ટઅન્ટ છે તેમજ બાલ્યામવસ્થાથથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વેયં સેવક છે. તેઓને સંઘ તરફથી જે જે જવાબદારીઓ સોંપવામાં આવી તે તેઓએ પૂરા કર્તવ્યય સાથે નિભાવેલ છે. કલ્પભાઈ રાજકોટ નાગરિક સહકારી બેન્કના છેલ્લા પચ્ચીસ વર્ષથી ડિરેક્ટર છે અને ૨૦૦૬થી ૨૦૧૨ સુધી તેઓ બેન્કઓના સફળ સુકાની તરીકે રહી ચુકયા છે. તેમ નાગરીક બેન્કના ડીરેકટરોની ચૂંટણી લડી રહેલ સંસ્કાર પેનલના મીડીયા ઈન્ચાર્જ રસીક નકુમની યાદી જણાવે છે.


આ યાદીમાં જણાવાયુ છે કે બેંકનો વિકાસ, નાના માણસને અગ્રતા, સર્વેને સાથે લઈને ચાલવાનો સહજ સહકારી સ્વજભાવ, પારદર્શી તેમજ ન્યાાયપૂર્ણ બેન્કીગના મુખ્ય સંચાલક તરીકે દુરંદેશી ભર્યા નિર્ણયો, પ્રામાણિકતા સિધ્ધાંતો મૂલ્યોના ચૂસ્ત આગ્રહી એવા કલ્પકભાઈના ચેરમેન તરીકેના કાર્યને આજે પણ દસ લાખથી વધુ લોકોનો બનેલો ‘નાગરિક પરિવાર' આદરપૂર્વક યાદ કરે છે.


તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્કના વિકાસ પુરૂષ તેમજ રાજકોટ શહેરના સ્વપ્નદ્રષ્ટા અને પ્રથમ ચૂંટાયેલા મેયર સ્વ.અરવિંદભાઈ મણિઆરના 

જયેષ્ઠે પુત્ર છે. બેન્ક માં છેલ્લા કેટલાક વર્ષોથી કરોડો રૂપિયાના કૌભાંડો બહાર આવતા તેઓએ બેન્કની અંદરના તેમજ બહારના સંબંધિત લોકો સામે કાયદાકિય સહિતની તમામ કાર્યવાહી કરવા તેઓ રણ મેદાને પડ્યા છે. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી બેન્કમાં થયેલા કૌભાંડો અને તેને લગતા દસ્તાવેજી પૂરાવાઓને તેઓએ એક ઓડીટરની જેમ અભ્યાસ કરીને બેન્કને લાગેલી ઉધઈ વકરે નહી તે માટે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આંતરિક રીતે સક્રિય છે.


જયેશ રસીકલાલ સંઘાણી કે બેન્કિના ડેલીગેટ છે તેઓ એ કલ્પ‍કભાઈની વિરૂધ્ધ પાયાવિહોણી, મનઘડત તેમજ બદઇરાદા પૂર્વકની પોસ્ટ સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા મણિઆરે પોતાના સિનીયર એડવોકેટ બી.બી.ગોગીયા મારફત રૂા. પાંચસો કરોડની બદનક્ષિની નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બેન્કના એકવીસ ડિરેક્ટરોની આગામી તા.૧૭ ના ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યા‍રે હરીફ જુથના હાથા બનીને ગુન્હાહિત કાર્ય કરેલ છે. તેઓએ સી.આઈ.ડી. ટીવી સિરિયલના પાત્રો સોશ્યલ મિડિયામાં મુકીને મણીયાર વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવેલ છે. તેમ અંતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News