આરોપી નરાધમની ધરપકડ : ચોતરફથી ફીટકારની લાગણી : પિતા-પુત્રીના પવિત્ર સબંધને શર્મસાર કરતો હળાહળ કળીયુગનો કિસ્સો
દેવભુમી દ્વારકા જીલ્લાના સુતારીય ગામે પિતા-પુત્રીના પવિત્ર સબંધને શર્મસાર કરતો અને હળાહળ કળીયુગની યાદ અપાવતો કિસ્સો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, નરાધમની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે.
મળતી વિગત મુજબ દ્વારકા જીલ્લાના સુતારીયા ગામે એક નરાધમ પિતાએ પોતાની સગીર વયની પુત્રી પર અનેક વખત કુકર્મ આચયર્નિું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કળીયુગી પિતાએ અંદાજે એક વર્ષ સુધી પુત્રીને હવશનો શિકાર બનાવી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી નરાધમની પત્ની બિમારીના કારણે પિયર ચાલી ગઇ હોય દરમ્યાન હવશખોરે સગી દિકરી પર નજર બગાડી હતી અને તેણી પર દુષ્કર્મ આચર્યુ હતું, દરમ્યાન સગીરાએ સમગ્ર આપવીતી તેમની માસીને જણાવતા મામલો ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો અને મામલાની ગંભીરતા લઇને ખંભાળીયા પોલીસ દ્વારા તાકીદે ફરીયાદ લઇ આરોપી નરાધમ પિતાને ઝડપી લીધો હતો. બનાવના કારણે સમગ્ર પંથકમાં નરાધમ સામે ફીટકારની લાગણી વરશી રહી છે.
ખંભાળીયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતીના સીધા માર્ગદર્શન હેઠળ તા. 11ના રોજ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આ ફરીયાદ અનુસંધાને પીઆઇ બી.જે. સરવૈયા તથા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ દ્વારા તાકીદે આરોપીને શોધવા ચક્રો ગતીમાન કયર્િ હતા, પીએસઆઇ જ અને ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવા ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સીસથી તપાસ કરીને હકીકત આધારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપ સાથે ગેમ રમનાર જયેશ પટેલની ગેમ થઇ ગઇ
December 19, 2024 03:48 PMદસ્તાવેજ કૌભાંડ: પ્યાદા નહીં મૂળ સુધી પહોંચવાનો કલેકટરનો આદેશ
December 19, 2024 03:46 PMવોર્ડ નં.૭, ૮, ૧૪ના વિસ્તારો અશાંત ધારામાં સમાવો: ધારાસભ્ય ટીલાળા
December 19, 2024 03:44 PMબ્યુટી પાર્લર, હેર સલૂન, ટેઇલર શોપના વ્યવસાયિકોને પ્રોફેશનલ ટેકસની નોટિસ
December 19, 2024 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech