રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોકના વોંકળા ઉપર નવો પાકો સ્લેબ મહાપાલિકા તત્રં દ્રારા બનાવવામાં આવનાર છે અને આ કામનું ખાતમુહર્ત આવતીકાલે તા.૧૩ને બુધવારે સવારે ૯–૩૦ કલાકે ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે કરવામાં આવશે.
વિશેષમાં આ અંગે મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ એક વર્ષ પૂર્વે ગણેશોત્સવ દરમિયાન હજારોની ભીડ ઉમટતા અંદાજે ૪૦ વર્ષથી જુના વોંકળાનો સ્લેબ ધરાશાયી થયો હતો ત્યારબાદ ત્યાં આગળ નવેસરથી સ્લેબ ભરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે તાજેતરમાં પૂર્ણ થતા હવે ત્યાં આગળ રૂપિયા ૪.૯૧ કરોડના ખર્ચે વોંકળા ઉપર નવો સ્લેબ ભરવામાં આવશે. સ્લેબ ભરવાની કામગીરી શરૂ કરતા પૂર્વે ચૌતરફ બેરીકેડીંગ કરવામાં આવ્યું છે. અને જયાં સુધી કામ ચાલશે ત્યાં સુધી પતરાના શેડનું બેરીકેડીંગ યથાવત રહેશે તેમ જાણવા મળે છે.
કાલે સવારે ૯–૩૦ કલાકે નવા સ્લેબનું ખાતમુહૂર્ત થશે આ ખાતમુહર્ત પ્રસંગે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બીનાબેન આચાર્ય સહિતના મહાનુભાવો હાજરી આપશે. ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, શાસક નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડીયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ તકે વોર્ડ નં.૭ના કોર્પેારેટર નેહલ શુકલ, દેવાંગ માંકડ, વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડા સહિતના હાજરી આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech