આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગીર સોમનાથ ખાતે પ્રભાસ પાટણના રામમંદિર ઓડિટોરિયમમાં જિલ્લ ા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. તે અંતર્ગત જિલ્લ ામાં વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર મહિલાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે, જિલ્લ ા પંચાયતના મહિલા પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સ્ત્રીઓનું પૂજન કરવાનો મહિમા રહ્યો છે. તે મહિલાઓની મહત્તા દર્શાવે છે. આ તકે આંગણવાડીના બહેનોને ઉત્તમ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ અને વિવિધ પ્રોત્સાહિત ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં. તેમજ, રમત-ગમત, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.
મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભાંભીએ સ્વાગત પ્રવચન કરતાં દીકરીઓને ઉચ્ચ પોષણ, આરોગ્ય અને શિક્ષણ મળે, સાથે જ આત્મનિર્ભર બની તમામ મોરચે વિકાસની હરણફાળ ભરી વિવિધ ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપી વિકસિત ભારત બનાવવાના સંકલ્પને વધુ વેગવાન બનાવે તે માટે અનુરોધ કર્યો હતો.
પૂર્વ જિલ્લ ા પંચાયત પ્રમુખ રામીબેન વાજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નારી શક્તિના વિકાસને અગ્રીમતા આપીને નારીઓના રક્ષણ સાથે સન્માન આપવાનુ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ અવસરે બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકા પરમારે જણાવ્યું હતું કે, કૌશલ્યથી મહિલાઓની મદદ કરીએ અને એમનું જીવનધોરણ સુધારવામાં પણ ફાળો આપીએ તે સમયની માંગ છે.
પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરબાઈ લોબીએ મહિલાશક્તિને શીખ આપતા જણાવ્યું હતું કે, સખીમંડળો બનાવો અને તેના દ્વારા નાની-નાની બચત કરવાની ટેવ પાડો.
મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સ્ટોલના માધ્યમથી મતદાન જાગૃતિ એક્ટિવિટી, સખી વન સ્ટોપ સેન્ટર, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન , સખી વન સ્ટોપ સેન્ટર,
સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરી પેમ્ફલેટ વિતરણ કરાયા હતાં. આ તકે, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષી, નાયબ જિલ્લ ા વિકાસ અધિકારી એન.પી.ગણાત્રા વિશેષ રૂપે ઉપસ્થિત રહી મહિલાશક્તિને પ્રોત્સાહિત કરી હતી.
આ અવસરે, મહિલાશક્તિએ મંચ શોભાવ્યો હતો. મંચ પર જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી, નાયબ કલેક્ટર શ્રી ભૂમિકા વાટલિયા, આર.એફ.ઓ રસિલાબહેન વાઢેર, મામલતદાર આરજુબેન ગજ્જર, અગ્રણી હીરાબેન જાદવ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech