ગુજરાત વિધાનસભાના મહેસાણા જિલ્લ ાના કડી મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકી નું બ્લડ કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે કાકા ના હત્પલામણા નામે ઓળખાતા કરસન સોલંકી તેમની સાદગી અને પ્રામાણિકતાને લઈને અત્યતં લોકપ્રિય હતા. આજે સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક અને પીઢ આગેવાનોએ હાજરી આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ધારાસભ્ય કરશન સોલંકી થોડા સમયથી બીમાર હતા. મોડી રાત્રે તેમણે સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કરસન સોલંકીના અંતિમ સંસ્કાર તેમના વતન નગરાસણ ગામમાં કરવામાં આવશે. ભાજપમાં આગળ પડતું નેતૃત્વ ધરાવનાર કરસન સોલંકીની આકસ્મિક વિદાયથી પરિવાર સહિત પક્ષ અને કાર્યકર્તાઓને મોટી ખોટી પડી.
ઘારાસભ્ય કરસન સોલંકી એક પ્રામાણિક નેતા સરળ વ્યકિતત્વ ધરાવતા હતા. કરશન સોલંકી ભાજપ માંથી ૨૦૧૭ અને ૨૦૨૨માં ચૂંટણીમાં જીત મેળવી હતી. કરશન સોલંકી તેમના સરળ સ્વભાવના કારણે પરિવાર અને પક્ષમાં લોકપ્રિય હતા. ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધાના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશન સોલંકી એસ.ટી. બસનો ઊપયોગ કરતા હતા.
આજે કેન્સર દિવસ છે ત્યારે વધુ એક દર્દી આ ગંભીર બીમારીના ભોગ બન્યા છે.ધારાસભ્ય કરસન સોલંકી પણ કેન્સર બીમારીથી પીડિત હતા.સિવિલ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની બીમારીની સારવાર ચાલતી હતી દરમ્યાન ગઈકાલે રાત્રે સારવાર દરમ્યાન કરસન સોલંકીનું અવસાન થયું. ઘારાસભ્ય કરસન સોલંકીનું ગંભીર બીમારીને પગલે નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો..
ભાજપના ધારાસભ્ય કરસન સોલંકી તેમના મત વિસ્તારમાં કાકાના હત્પલામણા નામથી લોકપ્રિય બન્યા હતા.ભાજપ પક્ષમાંથી તેઓ બે વખત ચૂંટણી લડા અને જીત્યા. ધારાસભ્ય હોવા છતાં તેમણે કયારે પણ વિધાનસભામાં જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યેા નથી. મોટાભાગના ધારાસભ્ય પાસે ગાડી અને બંગલો હોય જ છે. પરંતુ સરળ સ્વભાવના કરસન સોલંકી પાસે પોતાનું કોઈ વાહન નહોતું. હંમેશા બીજા માટે મદદ કરવા તત્પર રહેનાર પરોપકારી કરસનભાઈ ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં જવું હોય તો સરકારી ગાડી એસ.ટીનો જ ઉપયોગ કરતાં. કયારેક કપરા સંજોગોમાં જ તેઓ કોઈની પાસે લિટ લેતા. પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોના ભગવાન માનવામાં આવતા. લોકોને મદદ કરવા હંમેશા તેઓ તત્પર રહેતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં પનીરમાં ભેળસેળનો પર્દાફાશ, 1500 કિલો પનીર જપ્ત
February 04, 2025 11:07 PMસ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી: 215 બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય
February 04, 2025 09:42 PMમહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
February 04, 2025 09:40 PMઅમેરિકામાંથી ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો દેશ પરત
February 04, 2025 09:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech