કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ શોભિતા શિવન્ના તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. શોભિતા લગ્ન બાદ થોડો સમય મનોરંજનની દુનિયાથી દૂર રહી અને હવે તે ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવાની તૈયારી કરી રહી હતી. દરમિયાન આ સમાચારે સૌને ચોંકાવી દીધા છે.
પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
શોભિતાનો મૃતદેહ હૈદરાબાદના ગચીબોવલી સ્થિત શ્રીરામ નગર કોલોનીમાં એક્ટ્રેસના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પડોશીઓએ પોલીસને જાણ કરી અને આત્મહત્યાની શંકા વ્યકત કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને મોતની આસપાસના તમામ શંકાસ્પદ તથ્યોની તપાસ કરી રહી છે.
શોભિતાની છેલ્લી પોસ્ટ
સોશિયલ મીડિયા પર શોભિતા ઘણી એક્ટિવ હતી. તેણે છેલ્લે 16 નવેમ્બર 2024ના રોજ તેની છેલ્લી પોસ્ટ કરી હતી. જેમાં તેણે ગિટાર વગાડતા એક સિંગરને રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદથી તેના તરફથી કોઈ પોસ્ટ કે અપડેટ દેખાઈ નથી.
શોભિતાએ આ ફિલ્મોમાં કામ કર્યું
શોભિતાએ ગલીપાટા, મંગલા ગૌરી, કોગીલે, કૃષ્ણા રુક્મિણી અને અમ્માવરુ સહિત 10થી વધુ ફેમસ ટીવી શોમાં કામ કર્યું છે. આ સિવાય એક્ટ્રેસ અરાડોંડલા મૂરુ અને જેકપોટ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત 2015ની કન્નડ ફિલ્મ 'રંગીતરંગા'થી કરી હતી, જેનાથી તેને ફેમ મળી. આ સિવાય યુ-ટર્ન, KGF ચેપ્ટર 1 અને KGF ચેપ્ટર 2માં પણ કામ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech