જાણીતા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઇ પંડ્યા આપશે નિ:શુલ્ક માર્ગદર્શન
જામનગરમાં આવતીકાલે કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે જ્રયોતિષ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના જાણીતા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઇ પંડ્યા લોકોને નિ:શુલ્ક માર્ગદર્શન આપશે.
અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા તા. 9/6/ર0ર4 ને રવિવારના રોજ કુંવરબાઇ જૈન ધર્મશાળા પવનચક્કી જામનગર ખાતે બપોરે 1 થી સાંજે 6 દરમ્યાન એક દિવસીય જ્યોતિષ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્તમાન સમસ્યા અને સમાધાનના ઉપાયો, પયર્વિરણની રક્ષા ગ્રહોના આધારે કંઇ રીતે કરી શકાય તેમજ વૈદિક જ્યોતિષના માઘ્યમથી અંધશ્રઘ્ધામાંથી શ્રઘ્ધા અને સનાતન સંસ્કૃતિના ઉપાયો દ્વારા જીવનમાં આત્મબળ, મનોબળ વધે અને સુંદર જીવન વ્યતિત થાય તે ઉપર વિશેષ ચચર્િ થશે.
આ જ્યોતિષ મહાસભામાં જાણીતા દાનવીર આર.કે. શાહ, એડવોકેટ અશોક જોષી, બ્રહ્મ અગ્રણી નિખીલભાઇ ભટ્ટ, નિલેશભાઇ ઉદાણી, અજયભાઇ શાહ, ધર્મેશ જોશી, નીતિન ઓઝા, પી.ડી. રાયજાદા, સુભાષભાઇ પરમાર તથા જ્યોતિબેન માધવાણી સહિતના ઉપસ્થિતિ રહેશે.
રાજ્યના શ્રેષ્ઠ જયોતિષોમાં જેમની ગણતરી થાય છે તે પૈકીના જ્યોતિષાચાયર્િ મહેન્દ્રભાઇ પંડ્યા કે જેઓ અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટીના અઘ્યક્ષ છે, છેલ્લા 14 વર્ષથી ન્યુઝ ચેનલોમાં પ્રશ્ર્નોના સમાધાન કરે છે, જામનગરના વિવિધ વિષયોના નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં આ મહાસભામાં નિ:શુલ્ક જ્યોતિષ માર્ગદર્શન આપવામાં આવશે તેમ અગાસ યુવા મોરચો (જામનગર) ના ક્ધવીનર આશાબેન જોશીએ અખબારી યાદીમાં જણાવ્યું છે, વધુ વિગત માટે આશાબેન જોશી મો. 9499પ 64631 નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech