રાજકોટની જાણીતી સીએનસી મશીન ઉત્પાદક કંપની યોતિ સીએનસી નો ૧૦૦૦ કરોડનો આઇપીઓ પ્રારંભિક તબક્કામાં જ છલકાઈ ગયો હતો. પ્રથમ દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળતા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૨૯% થયું છે. રાજકોટ અને ફ્રાન્સમાં કંપની ધરાવતી યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ નો ગઈકાલે આઇપીઓ જાહેર સબ્સ્ક્રાઇબ માટે ખુલ્યો હતો આ વર્ષનો પહેલો મેઇન બોર્ડ આઈપીઓ છે. આ કંપની ઇસ્યુ દ્રારા ૧૦૦૦ કરોડ એકત્ર કરવા માંગે છે રોકાણકારો આઇપીઓ માટે ૧૧ જાન્યુઆરી સુધી બીડ કરી શકશે. કંપનીના શેર ૧૬ જાન્યુ આરીએ બોમ્બે સ્ટોક એકસચેન્જ અને નેશનલ સ્ટોક એકસચેન્જ પર લિસ્ટિંગ થશે.
કેલેન્ડર વર્ષ ૨૦૨૪ માં મેઇન બોર્ડમાં પ્રથમ ઇશ્યુ યોતિ સી એન સી નો આવ્યો છે. જેમાં અત્યારે બજારની અનિશ્ચિતતા ના કારણે હાલમાં જેટલા પણ ઇસ્યુ આવ્યા હતા તેમાં તો પ્રમાણેના ભાવ નહોતા નીકળ્યા એમાં રોકાણકારોની ગણતરી મુજબ ભાવ નીકળ્યા ન હતા. તેથી બધાને અવઢવ હતી કે યોતિ સી એન સી ના નવા વર્ષના મેઈન બોર્ડના પ્રથમ આઈ પી ઓ ને કેવો પ્રતિસાદ સાપડશે તેવી ભારોભાર મૂંઝવણ હતી પણ ઇસ્યુ પહેલા દિવસે જ કુલ અઢી ગણાથી ઉપર છલકાય ગયો છે, જેમાં ૧૦ લાખથી ઉપરની બિગ એચ એન આઈ ત્રણ ગણાથી વધુ સ્મોલ એચ એન આઈ પાંચ ગણાથી વધુ અને રિટેઇલમાં સવા આઠ ગણાથી વધુ છલકાય ગયો છે.તેમજ આ આઈ પી ઓ માં તેમના કર્મચારીઓ એ પૂરેપૂરો વિશ્વાસ વ્યકત કરતા કર્મચારીઓએ પણ સાડા ત્રણ ગણા થી વધુ ભરણાને છલકાવી દીધો છે.
યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડના . ૨ના પ્રત્યેક (ઇકિવટી શેર્સ) ની ફેસ વેલ્યુના ઈકિવટી શેર દીઠ . ૩૧૫થી . ૩૩૧ પ્રતિ ઈકિવટી શેર પર પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા ૪૫ ઇકિવટી શેર માટે અને ત્યારબાદ ૪૫ ઇકિવટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડ કરવા પાત્ર કર્મચારીઓને ઈકિવટી શેર દીઠ . ૧૫નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. મેટલ કટીંગ કમ્પ્યૂટર ન્યુમેરિકલ કંટ્રોલ (સીએનસી) મશીનોના વિશ્વની અગ્રણી ઉત્પાદકોમાંની એક અને નાણાંકીય વર્ષ ૨૦૨૩માં ભારતમાં ત્રીજા સૌથી મોટા બજાર હિસ્સો તથા કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં વૈશ્વિક સ્તરે બારમો સૌથી મોટો બજાર હિસ્સો ધરાવતી યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ છે.ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ . ૩૧૫ પ્રતિ ઇકિવટી શેરથી . ૩૩૧ પ્રતિ ઇકિવટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા ૪૫ ઇકિવટી શેર અને ત્યાર બાદ ૪૫ ઇકિવટી શેરના ગુણાંક માટે કરી શકાય છે. કંપનીના આઈપીઓમાં . ૧૦,૦૦૦.૦૦ મિલિયનનો નવો ઇશ્યૂ છે.કંપની તેના દ્રારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી, કંપનીની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની આવશ્યકતાઓને ફંડિંગ પૂં પાડવા અને સામાન્ય કોર્પેારેટ હેતુઓ માટે ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.ઇકિવરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિકયોરિટીઝ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.યોતિ સીએનસી ઓટોમેશન એ કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (સીએનસી) મશીનોની ઉત્પાદક છે. તેના ગ્રાહકોમાં ઇસરો, બ્રમોસ એરોસ્પેસ, થિવનતમપુર લિમિટેડ, તુર્કીઝ એરોસ્પેસ,એમ બી ડી એમ, યુરોપાટર્સ ઇન્ડિયા, ટાટા એડવાન્સ સિસ્ટમ,, ટાટા સિકરોસ્કાય એરોસ્પેસ, ભારત ફોર્જ, કલ્યાણી ટેકનોફોર્જ, અને બોસ્ક લિમિટેડ નો સમાવેશ થાય છે.
આઇપીઓ માટેની ખાસ તારીખ
આઇપીઓ કલોઝિંગ ૧૧ જાન્યુઆરી
શેર એલોટમેન્ટ ૧૨ જાન્યુઆરી
રિફડં ૧૫ જાન્યુઆરી
ડિમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ ૧૫ જાન્યુઆરી
શેરનું લિસ્ટિંગ ૧૬ જાન્યુઆર
જો રોકાણ કરવાનું વિચાર કરતા હોય તો..?
ઓછામાં ઓછું અને વધુમાં વધુ રોકાણકાર કેટલું રોકાણ કરી શકે તે વિશે અહીં માહિતી દર્શાવવામાં આવી છે આઇપીઓ માટે રોકાણકારે ઓછામાં ઓછો એક લોટ એટલે કે ૪૫ શેર માટે અરજી કરવી પડશે, કંપનીએ પ્રતિ શેર છ૩૧૫ થી ૩૩૧ નક્કી કયુ છે, જો રોકાણકાર ૩૩૧ ના આઈ પી ઓ ના ઉપરના ભાવ મુજબ એક લોટ અરજી કરો છો તો ૧૪,૮૯૫ નું રોકાણ કરવું પડશે. યારે છુટક રોકાણકારો વધુમાં વધુ તેર લોટ એટલે કે ૫૮૫ શેર માટે બીડ કરી શકે છે. જેના માટે ૧,૯૩,૬૯૫ નું રોકાણ કરવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech