પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના પહેલા જ લોકોની મુસીબત વધી ગઈ છે. પાકિસ્તાનની વચગાળાની સરકાર દ્રારા પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૧૩.૫૫ પિયાનો વધારો થયો છે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ ૨૭૨.૮૯ પિયા પ્રતિ લીટર છે.ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા વચગાળાની સરકારે જનતા પર પેટ્રોલ બોમ્બ ફેંકયો છે. બુધવારે સરકારે આગામી પખવાડિયા માટે પેટ્રોલના ભાવમાં ૧૩.૫૫ પિયા પ્રતિ લીટરનો વધારો કર્યેા છે. નાણા વિભાગની સૂચના અનુસાર પેટ્રોલની નવી કિંમત ૨૭૨.૮૯ પિયા પ્રતિ લીટર છે. અગાઉની કિંમત ૨૫૯.૩૪ પિયા હતી. પાકિસ્તાનમાં હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં ૨.૭૫ પિયાનો વધારો થયો છે. આ પછી હાઈ સ્પીડ ડીઝલની કિંમત ૨૭૮.૯૬ પિયા પર પહોંચી ગઈ છે.નવા નોટિફિકેશનમાં લાઇટ ડીઝલ ઓઈલ અને કેરોસીન ઓઈલના ભાવમાં વધારાને લગતી માહિતી આપવામાં આવી નથી. પેટ્રોલના ભાવમાં વધારો અગાઉની ધારણા કરતા વધારે છે. ઐંચા આંતરરાષ્ટ્ર્રીય ભાવ અને આયાત પ્રીમિયમને કારણે આગામી પખવાડિયામાં પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર . ૫–૯નો વધારો થવાનો અંદાજ છે. આનાથી નજીવા વિનિમય દર લાભોની અસર દૂર થઈ.
પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા પખવાડિયામાં આંતરરાષ્ટ્ર્રીય બજારમાં બંને મુખ્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારો થયો છે. અમેરિકી ડોલરની સામે પિયાની વૃદ્ધિ છતાં, પાકિસ્તાન સ્ટેટ ઓઇલ (પીએસઓ) ને પણ વધુ આયાત પ્રીમિયમ ચૂકવવું પડુ.ં પરિણામે, એચએસડીના ભાવમાં પ્રતિ લિટર . ૪–૬ અને પેટ્રોલના ભાવમાં . ૬.૫–૯ પ્રતિ લિટરનો વધારો થવાની ધારણા હતી. જોકે કેરોસીન અને એલડીઓના ભાવ હજુ પણ યથાવત રહેવાની ધારણા છે.
મજબૂત રૂપિયો પણ સ્થિતિ બચાવી ન શકયો
જાન્યુઆરીના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ડોલર સામે પિયો લગભગ . ૧.૫ સુધરીને . ૨૮૧ થી . ૨૮૦ થયો હતો. પીએસઓ દ્રારા પ્રોડકટ કાર્ગેાને સુરક્ષિત રાખવા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમમાં બંને ઉત્પાદનો પર બેરલ દીઠ ૨નો વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech