પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા નિર્ણય: ૬ પેસેન્જરો માટેની ઓપન જીપ્સીની સુવિધા : ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે : સફારી દરમ્યાન પ્રવાસીઓ જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યોને માણી શકશે
સૌરાષ્ટ્રના પર્યટન કોરિડોર તરીકે સોમનાથથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ માર્ગ અને જૂનાગઢથી સાસણ અને પોરબંદર તરફ્ના આ વિસ્તારમાં પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પોરબંદર નજીક આવેલ બરડાના જંગલ માં બરડા જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી પૂર્વે આ જંગલ સફારીનો પ્રારંભ થશે જો કે હજુ સુધી તેની તારીખ નક્કી ન હોવાનું વન વિભાગે જણાવ્યું છે. જે રીતે ગીરમાં લાયન સફારીમાં સિંહ પ્રવાસીઓ નિહાળી શકે છે તે રીતે અહી નિહાળી શકે તેની કોઈ ગેરંટી ન હોવાનું વન વિભાગ અધિકારીએ જણાવ્યું છે.
સફારી દરમ્યાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલગંગા નદીના રમણીય દ્રશ્યો. પહાડી,ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓનાં કુદરતી નિવાસ સ્થાનેથી જોવાની તક મળી શકશે.બરડામાં નીલગાય, જંગલી ભૂંડ, સાબર, ચિતલ સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત પાણીના વિવિધ પ્રકારના પક્ષીઓ, મગર પણ વસવાટ કરે છે. અને કુદરતી ઝરણાઓ, અનેક ઔષધિ વાળા વૃક્ષો પણ છે જે સફારી દરમ્યાન પ્રવાસીઓ નિહાળી શકશે. પ્રવાસીઓની સલામતી અને જાગૃતતા માટે ગાઈડની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બરડા સફારીનો રૂટ અંદાજે ૨૭ કિ.મી. રહેશે. જેની શરૂઆત કપુરડી નાકાથી કરવામાં આવશે અને ત્યારબાદ ચારણુઆઇ બેરીયર થી અજમાપાટ થી ભુખબરા સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવશે આ સારી દર્શન માટે ૬ પેસેન્જરોની કેપેસીટી ધરાવતી ઓપન જીપ્સી મુકવામાં આવશે. જેમાં ગાઈડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. સફારી માટેની પરમીટ ફી રૂા.૪૦૦, ગાઈડ, ફી રૂા.૪૦૦ તેમજ જીપ્સી ફી રૂા.૨૦૦૦ રાખવામાં આવી છે જે પરમીટ ટીકીટ બુકીંગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ થઇ શકશે.
આ સારી શિયાળા દરમિયાન સવારના ૬:૪૫ થી ૯:૪૫ અને બપોરનાં ૩ થી ૬ એમ કુલ બે ભાગમાં કરી શકાશે.જયારે ઉનાળાની સીઝન દરમ્યાન સવારના ૬ થી ૯ અને બપોરનાં ૩ કલાક થી ૬ કલાક એમ કુલ બે ભાગમાં કરી શકાશે. સફારી દર વર્ષે ૧૬ જુન થી ૧૫ ઓકટોબર સુધી બંધ રહેશે.સફારી માટે નું ટીકીટ બુકીંગ ભાણવડ નજીક આવેલ કપુરડી નાકાથી ઓફ્લાઇન મોડ મારફતે શરૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભવનાથ મંદિરમાં વિવાદ: હાલના મહંતને નહીં હટાવાય તો પહેલી ડિસેમ્બરે હકાલપટ્ટીની ચેતવણી
November 25, 2024 11:38 AMગોંડલ પાસે કારમાં ૩૬૩ બોટલ દારૂ સાથે જૂનાગઢના ૩ શખસો ઝડપાયા
November 25, 2024 11:36 AMસાવરકુંડલાના નાના ઝીંઝુડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એસએમસી ત્રાટકી
November 25, 2024 11:35 AMભાણવડ ખાતે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કરાયું
November 25, 2024 11:35 AMજામનગરના બીએસએનએલ તથા એમટીએનએલના સભ્યો ધરણાંમાં જોડાયા
November 25, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech