જુનાગઢના કોડીનારમાં કાર કૂવામાં ખાબકી, 6 કલાક રેસ્ક્યૂ કરી બે યુવાનોના મૃતદેહ કઢાયા, જુઓ વિડીયો

  • February 17, 2023 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોડીનારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કાર કૂવામાં ખાબકી હતી. આ કારમાં બે યુવાનો સવાર હતા. જેમના મોત થયું છે. મોડી સવાર સુધી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી કૂવામાં ખાબકેલી કાર અને બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.વિગતો મુજબ આ ઘટના કોડીનારના ફાચરિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રાત્રે 10 કલાકે બની હતી. કારચાલકે કાબુ ગુમાવતા કાર કૂવામાં પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે મૃતક યુવાનો વડનગરના હોવાનું  સામે આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application