નડિયાદમાં તા.૭ અને ૮સપ્ટેમ્બર બે દિવસ માસ્ટર એથ્લેટિક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૦ વર્ષથી ૯૦ વર્ષની ઉપરના ૪૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢના ૪૦ જેટલા ભાઈ બહેનોએ વિવિધ રમતોમાં મેદાન મારી જૂનાગઢનું નામ રોશન કયુ હતું. વિજેતા સ્પર્ધકોમાં દોડ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર, ૫૦૦૦ મીટર અને તેમજ લાંબી કુદ ઉંચી કુદ, લંગડી ફાળ, વાસકૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક અને હથોડા ફેંક આ તમામ સ્પર્ધાઓમાંથી જૂનાગઢના રેવતુભાઈ જાડેજા ૮૫વર્ષ ત્રણ ગોલ્ડ મેડલ, હથોડા ફેંક ગોલ્ડ મેડલ, ચક્રફેક ગોલ્ડ મેડલ, ગોળા ફેંક ગોલ્ડ મેડલ તથા ચાવડા ભીખનભાઈ એ બરછી ફેકમાં સિલ્વર મેડલ લોંગ જમ્પમા સિલ્વર મેડલ, ભીમસીભાઈ રામૂને મીટર બ્રોન્ઝ મેડલ અને ટિ્રપલ જમ્પમા સિલ્વર મેડલ, નંદાણીયા જગમાલભાઇ, ઉંચી કુદ સિલ્વર મેડલ લંગડી ફાળ કુદ અને લાંબી કૂદમા સિલ્વર મેડલ, ગોસ્વામી મુકેશગીરીને ઉંચી કુદમા સિલ્વર મેડલ, ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ, ગઢીયા વિશાલને મીટર દોડમા સિલ્વર મેડલ, ૧૫ મીટર દોડમા બ્રોન્ઝ મેડલ ઉંચી કૂદમા ગોલ્ડ મેડલ ચૌહાણ રાજેશ મીટર દોડ સિલ્વર મેડમ ૨૦૦ મીટર દોડ સિલ્વર ૪૦૦ મીટર દોડમા સિલ્વર મેડલ–બહેનોમાં ભાનુમતિબેન પટેલને ત્રણ ગોલ્ડ મેડલ, ૬ મીટર વોકમા ગોલ્ડ મેડલ, ૫,૦૦૦ મીટર રન ગોલ્ડ મેડલ ૧૫૦૦ મીટર રનમા ગોલ્ડ મેડલ,હીરાલમીબેન વાસણને ત્રણ ગોલ્ડ મેડલ, હથોડા ફેંક અને ચક્ર ફેક ગોલ્ડ મેડલ, ૮૦૦ મીટર રન ગોલ્ડ મેડલ, જોષી રમાબેનને ગોળા ફેંકમાં, ચક્ર ફેકમાં ગોલ્ડ મેડલ, બરછી ફેકમાં ગોલ્ડ મેડલ ભટ્ટ વિદુલાબેનને ૫ હજાર મીટર વોક, ગોલ્ડ મેડલ ૫ હજાર મીટર રનમાં ગોલ્ડ મેડલ, ગરાણા રમાબેનને ઉંચી કુદ ગોલ્ડ મેડલ, લાંબી કુદ સિલ્વર મેડલ, ૨૦૦ મીટર રન સિલ્વર મેડલ, પાઘડાર રંજનબેનને ૫ હજાર મીટર વોક, ઉંચી કુદ ગોલ્ડ મેડલ અને લોંગ જમ્પ સિલ્વર મેડલ, રાવળ પૂર્ણિમાબેનને ૮૦ મીટરમાં હડલ સિલ્વર મેડલ, ગીતાબેન મોઢવાડિયાને ઉંચી કુદ, બરછી ફેક ગોલ્ડ મેડલ, હથોડા ફેંક સિલ્વર, રાવળ કિરણબેનને ૫ હજાર મીટર રન, ૧૫૦૦ મીટર રન ગોલ્ડ મેડલ, વાક સકીનાબેનને વોક ગોલ્ડ મેડલ ૮૦૦ મીટર સિલ્વર મેડલ, મણવર મયુરીને ૫ હજાર મીટર વોક સિલ્વર મેડલ, ૮૦૦ મીટર રન ગોલ્ડ મેડલ, ૭ બરછી ફેંક સિલ્વર મેડલ મેળવીને સમગ્ર ગુજરાતમાં જૂનાગઢનું નામ રોશન કયુ હતું. કુલ ૨૩ ગોલ્ડ મેડલ, ૧૬ સિલ્વર મેડલ અને ૫ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૪૪ મેડલો મેળવ્યા છે.
ફિટ ઇન્ડિયા સ્લોગનને પરિપૂર્ણ કરવા માટે યોજાયેલી સ્પર્ધામાં પસદં થયેલા ખેલાડીઓ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે રમવા જશે.
તમામ ખેલાડીઓને કોચ અને જુનાગઢ જિલ્લ ા અને ગુજરાત રાયના જનરલ સેક્રેટરી ડો. હાનભાઇ વિહળ, જૂનાગઢ જિલ્લ ાના પ્રમુખ ઈકબાલભાઈ મારફતિયા તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ખેલકૂદ મંડળ ગુજરાતના પ્રમુખ જે.પી.કોટડીયા તેમજ ઉપપ્રમુખ કે. એસ. સવાણી અને જોઈન્ટ સેક્રેટરી દિનેશભાઈ રાઠોડ અને ડો.આર.કે.કુરેશી સહિતની ટીમે અભિનંદન પાઠવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech