સોમનાથ બે જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતું તોલમાપ વિભાગ દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર છ માસ દરમિયાન વજન માપમાં નિયમ ભંગ બદલ 118 કેસ કરવામાં આવ્યા હતા અને રૂ.2.91 લાખનો દંડ વસૂલ્યો હતો.મુદ્રાકન અને ચકાસણી અંતર્ગત 15029 સાધનોની ખરાઈ કરવામાં આવી હતી અને જેની ફી પેટે તંત્રને 37.73 લાખથી વધુ રકમની આવક થઈ છે.
સામાન્ય રીતે ગ્રાહક કોઈ પણ દુકાન, મોલ લારી પર જરૂરી કોઈપણ સાધન ખરીદતો હોય ત્યાં મળતી વસ્તુનું વજન માપ યોગ્ય હોવું જરૂરી છે.પરંતુ કેટલાક વેપારી કાંટામાં કે માપમાં ફેરફાર કરી નિયત વજન કરતાં ઓછો માલ આપી ગ્રાહકને છેતરવાની પ્રવૃત્તિ કરતા હોય છે. ક્યાંક પીસીઆર એક્ટની અમલવારી પણ થતી ન હોવાની ફરિયાદો હોય છે. વેપારીને પોતાના વજન માપ સાધનોની ચકાસણી મુદ્રાકન કરવાનો નિયમ છે.જેનું પાલન નહીં કરનાર વેપારી સામે તોલમાપ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવે છે.જૂનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતા તોલ માપ શાખા દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર છ માસ દરમિયાન વિવિધ તાલુકાઓમાં મદદનીશ નિયંત્રક અને જુનિયર નિરીક્ષકો,ઇન્સ્પેક્ટર દ્વારા ફરસાણ, સોની, મીઠાઈ ,હોટલ પેટ્રોલ પંપ, સસ્તા અનાજ, શાક માર્કેટ શોપિંગ મોલ અને મલ્ટિપ્લેક્સ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં વજન ઓછું આપવું, એમ આર પી કરતાં વધુ ભાવ લેવો, તોલમાપ સાધનોની ચકાસણીનું મુદ્રાંકન ન કરવું, સમયસર ચકાસણી કરાવેલ ન હોય તેવા અને પેકેજ કોમોડિટી રૂલ્સ અંતર્ગત પીસીઆર સર્ટીફીકેટ ના મેળવેલ હોય તેવા વસ્તુ પર પેકિંગ કિંમત તથા વજન છાપેલ ન હોય તેવા કાયદાના ભંગ કરતા અલગ અલગ વેપારીઓ ઝડપાયા હતા. ઇન્સ્પેક્ટર દ્વારા 118 આસામી પાસેથી 2.91 લાખની માંડવાળ ફી મેળવેલ હતી. વજન માપ્ના નિયમ ભંગ કરતા કેસમાં સોની, કિરાણા, શાકભાજી સહિતના વેપારીઓનો સમાવેશ થતો હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત તોલમાપ વિભાગે જુનાગઢ જિલ્લામા કુલ 10,856 સાધનોનું ચકાસણી મુદ્રાકન કરેલ અને રૂ.23.56 લાખ થી વધુની રકમ અને ગીર સોમનાથ જિલ્લામાં 4173 સાધનોનું ચકાસણી મુદ્રાકન પેટે 14.17 એમ બંને જિલ્લામાં મળી કુલ’15 હજારથી વધુ તોલમાપ સાધનોની ચકાસણી મુદ્રાકનની 37 લાખથી વધુની રકમની આવક મેળવી હતી.
ગ્રાહક ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકાર દ્વારા પેકેજ કોમોડિટી ને લગતી વિવિધ ફરિયાદો અન્વયે18002330222 નંબર હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એમઆરપી કરતાં વધુ હોય ઓછું વજન હોય તથા ગેરરીતી થતી હોય તો ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech