જૂનાગઢ: મહાશિવરાત્રી મેળામાં અલખના ઓટલા અન્નક્ષેત્રની સેવામાં ત્રીજી પેઢી જોડાઈ

  • March 07, 2024 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે.ત્યારે તળેટી વિસ્તારમાં લોકોને ભાવતા ભોજન પીરસાઈ રહ્યા છે. લંબે હનુમાન કાશ્મીરી બાપુનો આશ્રમ તરફ જતા રસ્તે લંબે હનુમાન વાડી પાસે ૩૫ વર્ષથી ત્રણ પેઢીઓ દ્વારા સંચાલિત અલખના ઓટલા ગોલાધર વાળાનું અન્ન ક્ષેત્ર કાર્યરત છે જ્યાં લોકોને  સ્વાદિષ્ટ ભોજઙ્ગ  ઉપરાંત બપોરે ભેળ, ભુંગળા, લસણીયા બટેટા સહિત ઉપરાંત લીંબુ, મેંગો વરિયાળી સહિતના શરબત પીરસી હરિહર ના નાદનો ગુંજારવ કરી રહ્યા છે. ગોલાધરના પ્રફુલગિરી મનસુખગીરી અપારનાથી ના માર્ગદર્શન હેઠળ ૩૫ વર્ષથી અન્ન ક્ષેત્ર કાર્યરત કરવામાં આવ્યું છે.સેવા આપતા લોધિકાના ધનજીભાઈ સોજીત્રા સહિતના સભ્યોના જણાવ્યા મુજબ ચાર  સભ્યો થી શરૂ કરાયેલ સેવાની કામગીરીમા હાલ ત્રીજી પેઢી પણ જોડાઈ છે ત્રણ પેઢીઓ સાથે મળી સેવા આપી રહ્યા છે આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ સગા સ્નેહીજનો સહિત ૭૦થી પણ વધુ સભ્યોની ટીમ દિવસ રાત કામગીરી કરી રહી છે. મહિલાઓની ટીમ ચૂલામાં દેશી ભાણું બનાવી  હજારો લોકોને અન્ન ક્ષેત્રમાં કોઈપણ સમયે ગમે તેટલા લોકોને ભર પેટ ભોજન કરાવવામાં આવે છે અડધી રાત્રે પણ ભોજન કરવા આવે તો તેના માટે પણ રસોઈ બનાવી આપવામાં આવે છે જેથી જ અન્નક્ષેત્રનું નામ અલખનો ઓટલો રાખવામાં આવ્યું છે. ભોજન ઉપરાંત સાંજના સમયે ભુંગળા, લસણીયા બટેટા, ભેળ સહિતનો નાસ્તો અપાઈ રહ્યો છે. આ વર્ષે લાઇવ ખમણ ઢોકળા પણ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોના આગમનથી અન્ન ક્ષેત્રો દ્વારા પણ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ઓટોમેટીક મશીનમાં જ ગાંઠિયા બનાવી લાઇવ ગાઠીયા આપવામાં આવે છે. 
​​​​​​​
બપોરના સમયે ગરમી હોવાથી લોકોને ટાઢક મળી રહે તે માટે  દરરોજ બપોરે લીંબુ, વરિયાળી, મેંગો સહિતના અલગ અલગ શરબત આપવામાં આવી રહ્યા છે.દરરોજનુ સરેરાશ ૧૦૦ લિટર મળી ચાર દિવસ દરમિયાન  ૪૦૦ લીટર શરબત પીવડાવવામાં આવશે.રાજકોટ થી ખાસ સેવકોની ટીમ દ્વારા ૧૦૦ લીટરથી વધુ દૂધની રજવાડી ચા પીવડાવવામાં આવે છે.
મહાશિવરાત્રી ના દિવસે લોકો ફરાળ કરતા હોવાથી અન્ન ક્ષેત્રમાં પણ ફરાળની વાનગી પીરસવામાં આવે છે જે અંતર્ગત શુક્રવારે ડ્રાયફ્રુટ શિખંડ, ફરાળી ચેવડો, રાજીગરાની પુરી, છાશ , ખીચડી સહિતની વાનગીઓ આપવામાં આવશે. 


શિવરાત્રીએ રાસોત્સવનું આયોજન

અલખના ઓટલા અન્ન ક્ષેત્ર ખાતે ભોજન ઉપરાંત ભજનના પણ કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં સુખાનંદી બાપુના સુંદરકાંડના પાઠ તથા અગિયારસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા યોજાય હતી આ ઉપરાંત શિવરાત્રીના દિવસે હિતેશ ગીરી ગોૌસ્વામી ના શિવભક્તિ ના ગીતો સાથે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News