જૂનાગઢ તા.૬ એપ્રિલ રવિવારે રામ નવમીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જૂનાગઢમાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા રામ જન્મોત્સવ અંતર્ગત શોભા યાત્રાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. શોભાયાત્રા પૂર્વે શુક્રવારે ટ પર બાઈક રેલી યોજાશે. આ વર્ષે શોભાયાત્રામાં સમુદ્ર મંથનનો પ્રસંગ, દશાવતારના જીવતં પાત્રો, રામ રાવણનું યુદ્ધ અને વિવિધ યુવક મંડળ દ્રારા ભગવાન રામના જીવન પ્રસગં વર્ણવતા ૩૩ લોટ સહિતના આકર્ષણો જોવા મળશે. આગામી તા.૬ એપ્રિલને રવિવારે જૂનાગઢમાં મર્યાદા પુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે ૭૮મી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્વે શુક્રવારે સાંજે ટ પર બાઈક રેલી યોજાશે. જેમાં ૫૦૦ થી વધુ બાઈક સવારો ડ્રેસ કોડ સાથે જોડાશે. શોભાયાત્રામાં જોડાવવા હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ અને અગ્રણીઓ પગપાળા ચાલી શહેરીજનોને નિમંત્રિત કરશે. વિવિધ વિસ્તારમાં વેપારીઓને શોભાયાત્રાના આવકાર અંગે બેનર આપવામાં આવશે. રવિવારે યોજાનારી શોભાયાત્રાના આયોજનની તઙામાર તૈયારી કરાઈ રહી છે. રવિવારે બપોરે ઉપરકોટ ખાતે આવેલ રામજી મંદિરેથી સંતો, મહંતો રાજકીય સામાજિક અને સેવાભાવી આગેવાનોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનુ પ્રસ્થાન થશે.હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક દીતેન્દ્રભાઈ યાદવના માર્ગદર્શન હેઠળ ૨૫૦ થી વધુ સભ્યોની ટીમ દ્રારા તૈયારી કરી રહી છે. હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ ના મહામંત્રી અવિનાશભાઈ ચાવડાના જણાવ્યા મુજબ રામ જન્મોત્સવ શોભાયાત્રા ધર્મ ,સંસ્કૃતિ, અને ઉત્સવ ની ઉજવણીનો ત્રિવીઘ સમન્વય બની રહેશે. લોકોમાં સંસ્કૃતિ અને ધર્મ નું જ્ઞાન મળે આ ઉપરાંત વધુને વધુ લોકો તહેવારમાં ઉજવણીમાં જોડાય તેવા ઉદ્દેશ્યથી શોભા યાત્રા યોજાશે. આ વર્ષે યોજાનારી શોભા યાત્રા થીમ બેઝ રહેશે. શોભાયાત્રામાં ચાંદીની પાલખીમાં બિરાજમાન રામલલાની બપોરે ૧૨ વાગ્યે ષોડશોપચાર વિધિથી પૂજન થશે અને ત્યારબાદ સુવર્ણ મુગટ પહેરાવાશે. યાત્રામાં કુંભની ઉત્પતિ કેવી રીતે થઈ તે દર્શાવતા સમુદ્ર મંથનનો પ્રસગં દર્શાવશે.આ ઉપરાંત મત્સ્ય, કુર્મ, નરસિંહ ,પરશુરામ, શ્રીરામ શ્રીકૃષ્ણ વામન અને વરાહ દશાવતારના તમામ સ્વપના જીવતં પાત્રો રજૂ કરાશે. જે પાત્રોને તૈયાર કરવા ખાસ મુંબઈથી ટીમ આવશે.શોભાયાત્રામાં સૌપ્રથમ વાર રામ અને રાવણ વચ્ચેના જીવતં યુદ્ધ દર્શાવાશે. જે માટે ૧૦૦ જેટલી ટીમ દ્રારા પગપાળા જ ચાલી રસ્તા પર યુદ્ધ મેદાન જેવી જીવતં પ્રતિકૃતિ રજૂ કરશે. ધ્વનિ પ્રદુષણ ન થાય તે માટે શોભાયાત્રામાં ડીજેના બદલે સાણંદની ૩૦ યુનિટ સભ્યોની ટીમ દ્રારા પરંપરાગત વક્રો સાથે માર્ગેા પર ભાતીગળ સ્ટાઈલમાં શરણાઈ વાદન ,ઢોલ નગારા વગાડશે. દિવાન ચોક, પંચહાટડી, એમ જી રોડ, કાળવા ચોક,રાણાવાવ ચોક સહિતના વિસ્તારોમાં તો ડીજેના તાલે ભગવાન રામ ના ગીત સાથે યુવાઓ અને લોકોને ઙોલાવવામાં આવશે. વડીલો ઘર બેઠા શોભાયાત્રા નિહાળી શકે તે માટે હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટની વેબસાઈટ પર પણ લાઈવ પ્રસારણ કરાશે. શોભાયાત્રા સંપન્ન થયા બાદ નામ વિતરણ સમારોહ યોજાશે જેમાં ભાગ લેનાર તમામ ફલોટ ધારકોને .૨૫૦૦ અપાશે. આ ઉપરાંત પ્રથમ પાંચ ક્રમાંક આવેલ ફલોટ ને વિશિષ્ટ્ર પુરસ્કૃત કરવામાં આવશે.
શોભાયાત્રા દેખરેખ માટે હિડન કેમેરા લગાવાશે
શોભાયાત્રા ની દેખરેખ માટે હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ૧૦ ફલોટના અંતરે હિડન કેમેરા લગાવવામાં આવશે. જેથી શોભાયાત્રામાં જોડાનાર પાત્રો, ટ સમય અને સલામતી સહિતની તમામ બાબતોની દેખરેખ રાખશે.
ભગવાન રામનું ૧૦ સ્થળોએ સ્વાગત
ભગવાન રામલલ્લા તથા શોભાયાત્રાની સ્વાગત માટે અલગ–અલગ રૂટ પર ૧૦ સ્થળોએ સ્વાગત કરાશે પરંતુ સ્વાગત કરનાર વ્યકિતઓ ભાતીગળ પરંપરાગત પોશાક પહેરેલા હોવા જોઈએ જે માટે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
ભગવાન રામ ચરિત્રના ૩૩ લાઈટિંગ ફલોટ
શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૩૩ જેટલા યુવક મંડળની ટીમ દ્રારા ભગવાન રામના જીવન ચરિત્ર દર્શાવતા પાત્રો રજૂ કરાશે. ચાંદીની પાલખીમાં ભગવાન રામજીને બિરાજિત કરાશે. શોભાયાત્રામાં યોજાનાર તમામ ફલોટ ને લાઇટિંગથી ડેકોરેશન કરાશે જેથી રાત્રિના સમયે લાઇટોના શણગાર સાથે શોભાયાત્રા અનોખા રગં પમાં જોવા મળશે.
૨૦ હજાર પેકેટ પંજરીના પ્રસાદનું વિતરણ
હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા શોભાયાત્રા ના રોડ પર પ્લાસ્ટિક અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી કાગળ પેકિંગમાં જ પંજરીના પ્રસાદના ૨૦ હજાર પેકેટ વિવિધ ટ પર ભાવિકોને વિતરિત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે દુબેને લગાવી ફટકાર
May 09, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech