પવિત્ર દામોદર કુંડમાં ભાદરવી અમાસે પિતૃતર્પણનું વિશેષ મહત્વ છે. આવતીકાલથી દામોદર કુંડે પિતૃ તર્પણ અને દાન પુણ્ય કરવા લાખો ભાવિકો ઉમટી પડશે. વરસાદના કારણે દામોદર કુંડમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. જેથી પિતૃ તર્પણ અને સ્નાન વિધિ સમયે દામોદર કુંડમાં પાણીના પ્રવાહમાં ભાવિકોના ડૂબવાના બનાવ ન બને તે માટે તરવૈયાઓની ૪ ટીમ સ્ટેન્ડ બાય રહેશે. હિન્દુ સંસ્કૃતિમાં અમાસનું વિશેષ મહત્વ છે. તેમાં પણ ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં આવેલ પવિત્ર દામોદરકુંડમાં સ્નાનવિધિ, મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણથી અનેક ગણુ પુણ્ય પ્રા થાય છે. દામોદર કુંડ ખાતે નરસિંહ મહેતાએ પણ પિતૃઓનું શ્રાદ્ધ કર્યાનો ઉલ્લ ેખ છે.
પૌરાણિક દામોદર કુંડમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન અને તર્પણ વિધિ કરવાથી પિતૃઓના આત્માને મોક્ષ મળે છે. આવતીકાલથી બે દિવસ સુધી દૂર દૂરથી ભાવિકો પિતૃતર્પણ કરવા ઉમટશે. તળેટી વિસ્તારમાં મેળા જેવો માહોલ સર્જાશે. પિતૃ તર્પણ અને દાન પુણ્ય કરી ભાવિકો પુણ્યનું ભાથું બાંધશે.
ગિરનાર જંગલ વિસ્તારમાં પુષ્કળ વરસાદથી દામોદર કુંડમાં પાણીની પુષ્કળ આવક હોવાથી સ્નાન વિધિ કરવા આવતા લોકો ડૂબી ન જાય તે માટે ફાયર વિભાગના તરવૈયાઓની ટીમ પણ સ્ટેન્ડ બાય રખાશે. અમાસના દિવસે પિતૃ તર્પણ કરવા આવતા લોકો આગલી રાત્રે જ દામોદર કુંડ ખાતે પહોંચી જાય છે. તેથી તત્રં દ્રારા આવતીકાલ રાત્રીથી સોનાપુરીથી ભવનાથ તળેટી તરફ જવા વાહન વ્યવહાર બધં કરાશે. ગિરનાર રોડથી દામોદર કુંડ સુધીનો માર્ગ એક માર્ગીય કરાશે. ડિવાયએસપી હિતેશ ધાંધલીયા, ભવનાથ પીઆઇ, ૫૦ હોમગાર્ડ, ટ્રાફિક તથા મહિલા પોલીસ સહિત ૧૨૫ કર્મીની ટીમ બંદોબસ્ત માટે સ્ટેન્ડ બાય રખાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech