આજે જામનગર શહેરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ જન્મ જયંતી (ચેટીચાંદ) સિંધી નૂતનવર્ષ મહોત્સવની ભવ્ય ઉજવણી થઇ રહી છે, જેમાં પ્રભાત આરતી, સમુહ યજ્ઞોપવિત, લંગર પ્રસાદ તેમજ શોભાયાત્રા અને ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજ સવારથી જ સિંધી સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં તીનબત્તી પાસે આવેલા ઝુલેલાલ મંદિરે ઉમટ્યા હતા અને દર્શન કરી દૂધ, બ્રેડનો પ્રસાદ લીધો હતો, બપોરના પાંચ વાગ્યે નાનકપુરીથી ઝુલેલાલ મંદિર સુધી ભવ્ય વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે, સવારથી જ શહેરમાં જય ઝુલેલાલનો નાદ ગુંજી ઉઠ્યો છે, બપોરના લંગર પ્રસાદ અને સાંજે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, સવારે યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી.
આજ સવારથી જ ચેટી ચાંદ મહોત્સવ ૨૦૨૪ની ભવ્ય ઉજવણી થઇ રહી છે, વહેલી સવારે ૫ વાગ્યાથી કાર્યક્રમનો દોર શ થયો છે, સવારે ૫ વાગ્યે દુધ અને બ્રેડ પ્રસાદ ઝુલેલાલ મંદિર ખાતે યોજાશે, ત્યાર બાદ ૧૦ વાગ્યે દર વખતની જેમ ભવ્ય સમુહ યજ્ઞોપવિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક બાળકો યજ્ઞોપવિત ધારણ કર્યું હતું, બપોરે ૧૨-૩૦ વાગ્યે ઝુલેલાલ મંદિર ખાતે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા અનેક લોકોએ ભાગ લીધો હતો.
આજે સવારે ઝુલેલાલ ચોકમાં ઘ્વજા પતાકા લગાવીને શણગાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મોટી સંખ્યામાં સિંધી ભાઇ-બહેનોની સાધના કોલોનીથી ઝુલેલાલ ચોક સુધીની બાઇક રેલી યોજાઇ હતી, જેમાં અનેક લોકો જોડાયા હતા.
ચેટી ચાંદ મહોત્સવ નિમીતે દર વખતની જેમ આજે સાંજે ૫ વાગ્યે નાનકપુરીથી ઝુલેલાલ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યું છે, આ શોભાયાત્રાનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે અને તેમા સિંધી ભાઇ બહેનો મોટી સંખ્યામા ઉમટી પડશે, આ શોભાયાત્રા રાત્રે ૮-૩૦ વાગ્યા આસપાસ ઝુલેલાલ મંદિર ખાતે આવશે જયાં ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ઝુલેલાલ મંદીર વિસ્તારને લાઇટીંગથી શણગારવામાં આવ્યો છે અને વેપારીઓ દ્વારા મંડપની કમાન રાખવામાં આવી છે, છેલ્લા બે દિવસથી આ રસ્તાને શણગારાયો છે, એટલું જ નહીં વહિવટી તંત્ર દ્વારા આજે આ રસ્તો બંધ કરી દેવા જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે, જામનગર શહેર અને જીલ્લામાં ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, કેટલાક તાલુકા મથકોએ પણ આરતી અને લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના જામનગર શહેર સહિત જિલ્લાભરમાં જય ઝુલેલાલનો નાદ ગુંજી ઉઠ્યો છે.
આજે નીકળનારી શોભાયાત્રાના માર્ગમાં લોકોને ઠંડા પીણા, આઇસક્રીમ, સરબત, દુધ કોલ્ડીંકની પણ વ્યવસ્થા બહાર કાઢવામાં આવી છે, સમગ્ર સિંધી સમાજ આજના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીમાં લાગી ગયો છે, ખાસ કરીને સિંધી ભાઇ બહેનોનું નુતનવર્ષ પણ આજથી શ થાય છે. ચેટી ચાંદ દર વર્ષે જામનગરમાં ભવ્ય રીતે ઉજવાય છે.
આજે સિંધી સમાજના ભાઇ બહેનો ઝુલેલાલ મંદિરે આવીને દર્શન કર્યા હતા, ત્યારબાદ બાળકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. દર વર્ષે સિંધી સમાજ દ્વારા સામુહિક યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે રાત્રે શોભાયાત્રા ૮.૩૦ વાગ્યા આસપાસ ઝુલેલાલ મંદિર આવી પહોંચશે, ત્યારબાદ ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, આમ જામનગર સહિત સમગ્ર હાલારમાં ઝુલેલાલ જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech