ભાડથરના ખેડુતના આપઘાત પ્રકરણમાં ન્યાયીક માંગણી

  • October 09, 2023 11:57 AM 

પાંચ સગી બેહનોનો હદયદ્રાવક વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ : ન્યાય ન મળે તો સામુહિક આપઘાતની ચિમકી


ભાડથરના ખેડુતના આત્મહત્યા પ્રકરણમાં આરોપીઓ સામે કડક પગલા લેવાની માંગણી ઉઠી છે, દરમ્યાન તેમની બહેનોનો એક હૃદયદ્રાવક વિડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે, જેમાં જો ન્યાય નહીં મળે તો સામુહિક આત્મહત્યા કરવાની ચિમકી ઉચ્ચારી છે.


ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડા સાથે તેમના જ મીત્રો રમેશ પીઠયા, કિશન પીઠયા સહિત 7 લોકો દ્વારા 2 કરોડ જેટલી રકમ ની છેતરપિંડી કરાતા ભાયાભાઈ ચાવડા એ આત્મ હત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતી સમયે ખેડૂત ભાયભાઈ ચાવડા આખરી વિડ્યો વાઇરલ કરી મોત ને વહાલુ કર્યું હતું.


ત્યારે પિતા ના મૃત્યુ બાદ ન્યાય ની માંગ સાથે તેમની પાંચ પુત્રીઓએ પોલીસ તેમજ ગૃહ રાજ્યમંત્રી ને સંબોધી ને ખુબજ દર્દનાક વિડ્યો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો ખુબજ દર્દનાક આ વિડ્યો માં પાંચેય બેહનોએ ન્યાયની માંગ કરી યોગ્ય ન્યાય નહિ મળે તો પાંચેય બેહનો સામૂહિક આત્મહત્યા કરશું તેવું જણાવી તંત્ર પર રોષ ઠાલવતી નજરે પડી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application