રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ ૨૦ મી ડિસેમ્બર યોજાનારી ચૂંટણી સંદર્ભે પુર્વ સેક્રેટરી દિલીપભાઈ જોષીની આગેવાની હેઠળની કાર્યદક્ષ પેનલે આજે બપોરે ૧૨:૨૦ વાગ્યે વિજય મુહર્તમાં સાદગીપૂર્ણ અને ગરીમાભર્યા માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. તેમજ ત્યારબાદ હાલના પ્રમુખ બકુલભાઈ રાજાણીની આગેવાની હેઠળની એકિટવ પેનલના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કરવા સાથે ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. પ્રમુખ પદના ત્રીજા ઉમેદવાર પરેશ મા તેમની સમરસ પેનલ આવતીકાલે ઉમેદવારી કરશે તેમ જણાવાય છે, તેથી હવે ત્રિપાખિયો જગં જામવાના એંધાણો વરતાયા છે.
જામનગર રોડ, ઘંટેશ્વર પાસે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે પ્રથમ વખત યોજાનારી હાલની ૨૦૨૫ના વર્ષના ૬ હોદ્દેદારો અને ૧૦ કારોબારી સભ્યોની ચૂંટણીમાં ભાજપ સેલનું આડકતં સમર્થન ધરાવતી દિલીપભાઈ એન. જોષીની કાર્યદક્ષ પેનલના ઉમેદવારોએ ઢોલ નગારાના શોર વિના સાદગીપૂર્ણ અને ગરિમા ભર્યા માહોલ વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી.
ગત ચૂંટણીમાં ભાજપ લીગલ સેલમાં પ્રવર્તતી જૂથબંધી વચ્ચે એડવોકેટ કમલેશ શાહની પેનલ મેદાનમાં હતી, પરંતુ તેમાં પ્રમુખપદે એકિટવ પેનલના બકુલ રાજાણી ચૂંટાયા હતા. પ્રમુખ બકુલ રાજાણીએ પણ ચૂંટણી લડવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. દરમિયાન હાલની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલને લીગલ સેલનો બિનસત્તાવાર ટેકો હોવાની કોર્ટ લોબીમાં ચર્ચા છે.
આજે બપોરે વિજય મુહર્તમાં બાર એસો.મા ચાર વખત રહી ચૂકેલા સિનિયર એડવોકેટ દિલીપ જોષી પોતે પ્રમુખ પદ માટે યારે ઉપપ્રમુખ મયકં આર. પંડા, સેક્રેટરી સંદિપ એમ. વેકરીયા, જોઇન્ટ સેક્રેટરી જીતેન્દ્ર એચ. પારેખ, ટ્રેઝરર કૈલાશ જે. જાની, લાયબ્રેરી સેક્રેટરી રવિ બી. ધ્રુવ, કારોબારી સભ્યોમાં મહિલા અનામત ઉપર પલબેન બી. થડેશ્વર, જનરલ કારોબારી સભ્યોમાં ચિત્રાંક એસ. વ્યાસ, મહેશ એન. પુંધેરા, હત્પસેન એમ. હેરંજા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, નીલ વાય. શુકલ, કિશન એસ. રાજાણી, સંજય એન. કવાડ, ભાવિક ટી. આંબલીયા વગેરેએ રિટનિગ ઓફિસર્સ (ચૂંટણી અધીકારીઓ) જયેશભાઈ એન. અતીત, કેતનભાઈ ડી. શાહ તથા જતીનભાઈ વી. ઠકકર સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.ત્યારબાદ બાર એસો.માં ત્રણ વખત પ્રમુખ તરીકે ચૂંટાયેલા હાલના પ્રમુખ બકુલ રાજાણીની એકિટવ પેનલમાં પ્રમુખ તરીકે બકુલ રાજાણી ઉપરાંત ઉપપ્રમુખમાં નિરવ પંડા, સેક્રેટરીમાં વિનેશ છાયા, ટ્રેઝરરમાં રાજેશ ચાવડા, મહિલા અનામત કારોબારી સભ્યમાં પૂનમબેન પટેલ, તેમજ કારોબારી સભ્યોમાં ધર્મેન્દ્ર ઝરીયા, હસમુખ બારોટ, ધારેશ દોશી, અનિલ પરસાણા, જીગર સંઘવી, ભાવેશ જેઠવા અને વિરેન્દ્રસિંહ ઝાલાએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ તેમના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. પ્રથમ દિવસે જ કારોબારી સભ્યમાં ઉમેદવારી નોંધાવનાર રમેશ આદ્રોજા એકિટવ પેનલમાં જોડાયા છે.દરમિયાન જેને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બીસીઆઇ મેમ્બર દિલીપ પટેલનું સમર્થન છે, તે પ્રમુખ પદના અન્ય ઉમેદવાર પરેશભાઈ મા અને તેમની સમરસ પેનલ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે તેમ જણાવાયું છે.ગઈકાલના બે દિવસ સુધી માત્ર બે જ ઉમેદવારી પત્રો ભરાયા હતા, નામ પત્રો ભરવાની છેલ્લી તારીખ ૯૧૨ એટલે કે સોમવારે સાંજ સુધીની છે. તા. ૧૦ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ પ્રથમ યાદી જાહેર કરાશે. અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદ્દત પૂરી થતાં ઉમેદવારોની અંતિમયાદી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર કાર્યમાં વધુ ગરમાવો આવશે, તેમ મનાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech