૧૭ વર્ષની ઉમરે આર્મી જોઈન કરી, પગ ગુમાવ્યો, પેરાલિમ્પિકસમાં બ્રિન્ઝ જીત્યો

  • September 07, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ખેલાડીઓનું પેરિસ પેરાલિમ્પિકસ ૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ છે. ભારતે પેરાલિમ્પિક ઈતિહાસમાં સર્વશ્રે પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં ૨૭ મેડલ જીત્યા છે. ૨૭મો મેડલ શોટ પુટ એફ૫૭ ઈવેન્ટમાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં નાગાલેન્ડના ૪૦ વર્ષીય હોકાટો હોતોજે સેમાએ મેન્સ શોટ પુટ ઇવેન્ટમાં તેના ચોથા પ્રયાસમાં ૧૪.૬૫ મીટર થ્રો કર્યેા અને પોતાનું વ્યકિતગત શ્રે પ્રદર્શન કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
નાગાલેન્ડ એથ્લેટ તેના ૧૪.૪૦ મીટરના ત્રીજા થ્રો સાથે સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો. હોકાટો પેરાલિમ્પિક મેડલ જીતનાર નાગાલેન્ડના પ્રથમ એથ્લેટ છે. તે હાંગઝોઉ એશિયન પેરાલિમ્પિક ગેમ્સનો બ્રોન્ઝ મેડલ વિજેતા રહ્યો છે. અન્ય ભારતીય એથ્લેટ સોમન રાણાએ ૧૪.૦૭ મીટરના શ્રે પ્રયાસ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું. તે એક સમયે સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને હતો, પરંતુ ફિનલેન્ડના ટિજો કુપિક્કા અને હોકાટોના વધુ સારા પ્રયાસો બાદ તે પેકિંગ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો.
ઈરાનના યાસિન ખોસરાવીએ ૧૫.૯૬ મીટરના થ્રો સાથે ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો, યારે બ્રાઝિલના પૌલિનો ડોસ સાન્તોસે ૧૫.૦૬ મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. હોકાટોની જીત સાથે, હાલમાં, ભારત ૬ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સહિત ૨૭ મેડલ સાથે મેડલ ટેલીમાં ૧૭માં સ્થાને છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application