જોડીયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલના ખેલાડીઓએ ટેકવોન્ડોની સ્પર્ધામાં 55 મેડલો પ્રાપ્ત કર્યા
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત કાર્યરત ઈન સ્કુલ યોજનામાં અનેક શાળાઓ અને સંસ્થાઓ ભાગ લઈ રહી છે. જામનગરમાં આવેલ શ્રી સાંઈ વિદ્યા સંકુલ, જોડીયાના ખેલાડીઓએ શાળાકીય જિલ્લા કક્ષા ટેક્વોન્ડો સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લા કક્ષાએ 15 ગોલ્ડ, 19 સિલ્વર અને 21 બ્રોન્ઝ થઈને કુલ 55 મેડલો વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા હતા. આ શાળાકીય જિલ્લા કક્ષા ટેક્વોન્ડો સ્પર્ધા અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર મુકામે યોજાઈ હતી.
શાળાકીય જિલ્લા કક્ષા ટેક્વોન્ડો ભાઈઓ-બહેનો કેટેગરીની સ્પર્ધામાં અલગ- અલગ વય જૂથ અને વજન જૂથના આધારે વિવિધ વિજેતાઓને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ગોલ્ડ મેડલ કેટેગરીમાં પિંગળ ભવ્યરાજસિંહ, સોરઠીયા જય, ભીમાણી મિહિર, હિંસુ જૈનિસ, શ્વેત મકવાણા, સોયગામા ભાવેશ, ટોયટા પિયુષ, ગોસાઈ નિખિલ, કાચા જય, રાઠોડ સુમિત, વકાતર મહેશ, પિંગળ યશરાજસિંહ, વકાતર સાગર, રામાવત તુલસી, ગોસાઈ જાનવીએ પ્રાપ્ત કર્યા છે.
સિલ્વર મેડલ કેટેગરીમાં લાડક મેરાજ, કાનાણી હેત, ભીમાણી નક્ષ, કાચા ભવ્ય, સોયગામા વરુણ, સોયગામા સંદીપ, ભરવાડ કાનાભાઈ, ચૌહાણ હિમેશ, પરમાર ચિરાગ, સોઢા મીતરાજસિંહ, સોનાગરા સાગર, માલવીયા રવિ, વકાતર પોપટ, ગોધાણી હેત, સોયગામા દર્શન, પોપટપુત્રા તાબીસ, સેતા રાહિલ, ઝાપડા જગમલ, મકવાણા રોશનીબેનએ પ્રાપ્ત કર્યા છે.
બ્રોન્ઝ મેડલ કેટેગરીમાં કાનાણી વ્યોમકુમાર, ઠાકર પ્રિયાંશુ, ઝાપડા વિજય, નકુમ કેયુર, સાંચલા શિવમ, વકાતર રવિ, વકાતર ગૌતમ, ભીમાણી સોહમ, સમેજા રેહાન, સિઠાર ઈલ્યાસ, ઝાપડા સંદીપ, ગોઠી જસ્મીન, વકાતર વેલો, જાડેજા યશરાજસિંહ, સોઢા ક્રિપાલસિંહ, વાંક પાર્થ, ખાટરીયા જેનીશા, કાનાણી આરના, જાડેજા કૃપાલીબા, કુંડારીયા હાર્વીબેન, ખાટરીયા દેવાંશીબેનએ પ્રાપ્ત કર્યા છે.
આ તકે શ્રી સાંઈ વિદ્યા સંકુલ, જોડીયા તાલુકા અને જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો કરવા બદલ શાળાના આચાર્ય શ્રી જગદીશ વીરમગામા, શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષક મિત્રોએ તમામ વિજેતા ખેલાડીઓને અને તેમના કોચ જયવીરસિંહ સરવૈયાને અનેક શુભકામના પાઠવી છે અને તેમના મંગલ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના વાછરાના ખેડૂતે રૂા.૬ લાખના ૨૮ લાખ ચૂકવ્યા છતાં વધુ ૪ લાખ માગી ધમકી
January 13, 2025 11:02 AMદેશમાં ખેતીનો વ્યાપ વધારવા વડાપ્રધાને પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી: રાજયપાલ
January 13, 2025 11:02 AMસંક્રાંત પછી ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત: તા.૧૬ના નિરીક્ષક આવશે
January 13, 2025 10:59 AMનલિયા અને ડીસા સિવાય બધે જ લઘુત્તમ તાપમાન ડબલ ફિગરમાં
January 13, 2025 10:56 AMનશામાં ધૂત વરરાજાએ લગ્ન મંડપમાં ખેલ કર્યો, કન્યાની માતાએ જાન પાછી કાઢી
January 13, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech