રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ચોમાસાના ત્રણ મહિનામાં ઘાસચારાના અભાવે ગાયો સહિત ૭૫૬ પશુઓના મોત થતા ઢોર ડબ્બાનું સંચાલન જેને સોંપવામાં આવ્યું છે તે સંસ્થા જીવદયા ઘર ટ્રસ્ટની બેદરકારીના કારણે આવું બન્યાના આક્ષેપોથી હોબાળો મચ્યા બાદ જનરલ બોર્ડ મિટિંગમાં પણ આ મુદ્દે સવાલો ઉઠા હતા ગઈકાલે કોંગ્રેસ અને આજે આમ આદમી પાર્ટી દ્રારા આ મામલે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી ટ્રસ્ટ સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાક્રમ બાદ આ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્ર શાહ અને તેના પુત્ર યશ શાહ દ્રારા ઢોર ડબ્બાનુ સંચાલન છોડી દેવા માટે તૈયારી દર્શાવવામાં આવી હોવાનું વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું.
ઢોર ડબ્બામાં ગાયો સહિતના પશુઓને પુરતો ઘાસચારો આપવામાં નહીં આવ્યો હોવાનું તેમજ બીમાર ગાયોની સારવાર કરવામાં નહીં આવી હોવા સહિતના કારણોસર પશુઓના મોત થયાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આજે આ મામલે આમ આદમી પાર્ટી દ્રારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને ગૌમાતા ના મોત બદલ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તમામને જેલ ભેગા કરવામાં ાવે તેવી માંગણી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક કાર્યક્રમના ભાગપે રમકડાની ગાયો અધિકારીઓને ભેટ આપવામાં આવી હતી.
વિશેષમાં આમ આદમી પાર્ટીના માલધારી સેલ દ્રારા મ્યુનિ.કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગર પાલિકાના ઢોર ડબ્બામાં થયેલા ૭૫૬ ગાયોના મોતના જવાબદારો સામે કડક માં કડક પગલા ભરી જેલ ભેગા કરવામાં આવે તેવી માંગણી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે મહાપાલિકાના ઢોર ડબ્બામાં છેલ્લા ત્રણ માસમાં ઘાસચારા, પાણી, ગંદકી અને સારવારના અભાવે ૭૫૬ ગાયોના મોત થયા છે આ મોત પાછળ જીવદયા ઘર ટ્રસ્ટના જવાબદાર રાજેન્દ્ર શાહ તેના પુત્ર યશ શાહ તથા મુખ્ય વેટરનીટી ઓફિસર ભાવેશ જાકાસણીયા પર તાત્કાલીક ધોરણે કડકમાં કડક પગલાં ભરી જેલ ભેગા કરવામાં આવે તથા અન્ય કર્મચારીઓની પણ તપાસ કરી ને જવાબદારો સામે યોગ્ય પગલા ભરવામાં આવે એવી અમારી માંગ છે. આ એક મોટું કૌભાંડ છે જેમાં જીવ દયા ઘરના રાજેન્દશાહ તથા તેના પુત્ર યશ શાહ તથા ભાવેશ ઝાકાસણીયાની મીલી ભગત છે. જેને ઢોર ડબ્બાનો કોન્ટ્રકટ અપાયો છે તે જીવ દયા ઘર ટ્રસ્ટ નામની એજન્સીએ પશુઓની યોગ્ય સંભાળ ના કરવાથી તથા જરીયાત મુજબ કોઈ તબીબ રાખ્યા જ નથી તેના અભાવે મોત થયા છે આ ઉપરાંત ઢોર ડબ્બામાં ક્ષમતા પણ વધારે પશુ હોવા છતાં જીવ દયા ઘર ટ્રસ્ટના રાજેન્દ્ર શાહ અને તેના પુત્ર યશ શાહે ગેરકાયદેસર રીતે ૧૨૦ ખાનગી ઢોર પોતાના ત્યાં રાખ્યા હતા. આ ઢોર અને ઢોર ડબ્બાને પોતાની માલિકીની ગૌશાળા બનાવને રાજય સરકાર પાસેથી ગ્રાન્ટ ખાધી છે તેમજ દેશ વિદેશમાંથી દાનપૂર્ણ પણ મેળવ્યુ છે એટલુ જ નહી આજીડેમ મનપાના પક્ષી ઘરમાં મકરસંક્રાતીએ પક્ષી સારવાર કેમ્પ રાખવાનું કહી આખા પક્ષી ઘર પર જ ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે. રાજકારણીઓના સહયોગથી નામ વટાવીને તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડ સહિતની સંસ્થાઓના નામે અધિકારીઓને દબાવી રાજેન્દ્ર શાહ અને યશ શાહે પોતાની મનમાની કરી છે આથી અમો આમ આદમી પાર્ટીની વિનંતી કરીએ છે કે આ જવાબદારો સામે યોગ્ય પગલા ભરવામાં આવે. જો યોગ્ય પગલા નહી ભરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech