રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની લિસ્ટેડ ફિનટેક કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ અને ઓનલાઈન ફડ ડિલિવરી કંપની ઝોમેટોને નેશનલ સ્ટોક એકસચેન્જના નિટી ૫૦ ઇન્ડેકસમાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ માહિતી જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડના એક અહેવાલમાં આપવામાં આવી છે. નિટી ઇન્ડેકસનું પુન:સંતુલન ફેબ્રુઆરી ૨૦૨૫માં થશે. આમાં નક્કી કરવામાં આવશે કે કયાં નવા સ્ટોકને ઇન્ડેકસમાં સામેલ કરવામાં આવશે અને કયાં સ્ટોકને બાકાત રાખવામાં આવશે. આ ઘોષણા ૩૧ માર્ચ, ૨૦૨૫થી અમલમાં આવશે.
જેએમ ફાઇનાન્શિયલના એક અહેવાલ મુજબ, ઝોમેટો અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેકસમાં ભારત પેટ્રોલિયમ કોર્પેારેશન લિમિટેડ (બીપીસીએલ) અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સ્થાન લઈ શકે છે. નિટી ૫૦માં સમાવેશ થવાને કારણે, આ બે કંપનીઓ અનુક્રમે ૬૨૦ મિલિયન ડોલર, ૬૦૭ મિલિયન ડોલર અને ૩૫૬ બિલિયન ડોલરનો ઇનલો જોવા મળી શકે છે. જોકે, ઇન્ડેકસમાંથી બીપીસીએલ અને બ્રિટાનિયાના બહાર નીકળવાથી અનુક્રમે ૨૧૨ મિલિયન ડોલર અને ૨૨૯ મિલિયન ડોલરનો આઉટલો પણ જોવા મળી શકે છે.
જેએમ ફાઇનાન્શિયલ પહેલા, નુવામા અલ્ટરનેટિવ એન્ડ કવોન્ટિટેટિવ રિસર્ચે પણ ગત વર્ષે બેન્ચમાર્ક ઇન્ડેકસમાં ઝોમેટોના સમાવેશની આગાહી કરી હતી. જોકે, નુવામાએ બ્રિટાનિયાને બદલે આઇશર મોટર્સ લિમિટેડના ઇન્ડેકસમાંથી બહાર નીકળવાની આગાહી કરી હતી. યારે બંને રિપોર્ટમાં બીપીસીએલને સામાન્ય રાખવામાં આવ્યું છે. જેએમના મતે, માર્ચ રિબેલેન્સિંગ માટે, ઇન્ડેકસ પ્રોવાઇડર ૧ ઓગસ્ટ અને ૩૧ જાન્યુઆરીના સમયગાળા વચ્ચે વર્તમાન સરેરાશ ફ્રી લોટ માર્કેટ કેપને માને છે. માર્કેટ કેપ પર આધારિત વર્તમાન સરેરાશ ફ્રી લોટ આ ફેરફારોની અપેક્ષા રાખે છે.
નિટી ૫૦ ઇન્ડેકસમાં ઝોમેટોના સમાવેશ પછીથી તેના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર ૨૦૨૪માં તે ૩૦૪.૭૦ પિયાના ૫૨ અઠવાડિયાની સર્વેાચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ હવે તેમાં લગભગ ૨૫ ટકાનો ઘટાડો થયો છે. આવી જ રીતે જિયો ફાઇન્શિયલ સર્વિસિસના શેરોમાં ગત વર્ષના એપ્રિલ મહિનામાં ૫૨ અઠવાડિયાના હાઈ લેવલ ૩૯૪.૭૦ પિયાથી ત્રીજા ભાગમાં ઘટાડો આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech