જામનગર સિંધી સમાજમાં ઝુલેલાલ ચાલીસા મહોત્સવ સંપન્ન પુજ્ય ભહેરાણાયાત્રા નીકળી

  • August 31, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સિંધી સમાજમાં તા.૧૬ જુલાઈથી  ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ચાલીસા વ્રતની શુભ શરૂઆત ધર્મગુ‚ શહેરાવારા સાંઈ ના સાનિધ્ય માં ધાર્મિક કાર્યો ની સમાગમ માં થઈ હતી જે બાદ ૪૦ દિવસ સુધી સમસ્ત સિંધી સમાજ દ્વારા ઘર ઘર ચાલિયા મહોત્સવ ના અનુષ્ઠાન માં નીતનેમ સાથે રોજ પૂજા અર્ચન તેમજ જામનગર સિંધી સમાજ ના નેજા હેઠળ એસ.એસ. ડબલ્યુ. સાંઈ પરિવાર અને સંત કંવરરામ મંદિર ચાલિયા સાહેબ સમિતિ દ્વારા દરરોજ રાત્રીએ અલગ અલગ પરિવારો માં પુજ્ય ચાલિયા સાહેબ મહોત્સવ અંતર્ગત ‘હર ઘર ઝુલેલાલ - ઘર ઘર ઝુલેલાલ’ ના નામરૂપી સત્સંગ ભજન આરતી પલ્લવ સિંધી છેજ ભક્તિમય આયોજન કરવામાં આવતા જે બાદ આખરી ૪૦માં દીને સંત કંવરરામ મંદિર નાનકપુરી ખાતે સામૂહિક ભહેરાણા સાહેબનો મ્યુઝિકલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સિંધી સમાજ  ભગવાન ઝુલેલાલ ના ચાલિયા મહોત્સવ ની આખરી રાત પર ભક્તિ ના નામમાં જોડાઈ ઇષ્ટદેવ ના નામ માં લીન થયો હતો ત્યારબાદ તા. ૨૫ ઓગસ્ટ શીતળા સાતમના ૪૧ માં દીને સમાપ્તિ અવસરે શમી સાંજે વરસતા વરસાદ માં મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો મળી પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) અને વ્રતની મટકી સાથે પગપાળા યાત્રા સાથે આયોલાલ ઝુલેલાલના નારા સાથે સરઘસ નીકળી આ સરઘસમાં ભકતજનો દ્વારા માથા પર પ્રજ્વલિત પુજ્ય ભહેરાણા સાહેબ અને ચાલીસા વ્રતની મટકી રાખી શહેરના નાનકપુરી સ્થિત સંત કંવરરામ મંદિરથી પ્રારંભ થઈ પવનચક્કી-ઓશવાળ હોસ્પિટલ સર્કલ-સુમેર કલબ રોડ-તળાવની પાળ મુખ્ય શહેરમાર્ગ પર ફરી મિગ કોલોની ખાતે  આવેલ તળાવ કાંઠે વાજતે વાજતે પૂર્ણ કરવામાં આવી હતી. આ સરઘસ યાત્રામાં મસ્તકે રાખેલ પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) ની રોશની થી માર્ગો પર રોશની ઝળહળી ઉઠી હતી. 

સમગ્ર સરઘસ યાત્રામાં સૌ ધર્મપ્રેમી જ્ઞાતિજનો દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલજીની આસ્થાએ ઝૂલે તેરા ઝંડા-અમર તેરી જ્યોતનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. અંતે સૌ મળી વિધી વિધાન સાથે તળાવ કાંઠે ભારે વરસાદી માહોલ સર્જાતાં પણ મોટી સંખ્યમાં સિંધી સમાજની જન મેદની અડગ મને પોતાના ઇષ્ટદેવ ની ભક્તિમાં જોડાઈ પુજ્ય ભહેરાણા સાહેબની વિધિ કરી આરતી પલ્લવ બાદ ચાલિયા સાહેબ ની મટકી અને પુજ્ય ભહેરાણા સાહેબને જલ પરવાન કરી ચાલીસા મહોત્સવ વ્રતના સંકલ્પ છોડી પુન: સાંસારિક જીવનકાળ માં પુન: ફર્યા હતા. આ તકે બહોળી સંખ્યા માં નાના ભૂલકાઓ સહિત વ્રતધારી ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા અને ચાલીસા વ્રતની શાસ્રોતક વિધિ કરી વ્રતની સમાપ્તિ કરી હતી. પુજ્ય ચાલિયા સાહેબ મહોત્સવ સમાપ્તિ અવસરે વરુણ અવતારી ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલજીનું વરુણદેવ‚પ વરસતા સમાપ્તિ પ્રસંગે વરસતા જલ જ્યોતિ ની શુભ સંગમ નું ઘટનાથી સિંધી સમાજ માં ધર્મરૂપી વિશ્વાસ ની અંતર જ્યોત જાગી હતી લોકો એ જલ - જ્યોતિના શુભ સંગમ નો અલૌકિક નજારા થી પ્રફુલ્લિત થયા હતા પવિત્ર ચાલિયા મહોત્સવના હાજર પરચો મળ્યાના હોંશે હોંશે ખુશીના આંસુ છલકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application