ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના ૬ દિવસ બાદ, તેમની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજભવનના અશોક ઉધાનમાં ૧૧ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ઝારખડં મુકિત મોરચાના સાત, કોંગ્રેસના ૪ અને આરજેડીના એક ધારાસભ્યના નામ સામેલ છે.
છત્તરપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાધા કૃષ્ણ કિશોર, ચાઈબાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દીપક બિવા ચમરા લિન્ડા, બિશુનપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય, , ગોડ્ડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંજય પ્રસાદ યાદવ, ઘાટશિલા બેઠકના રામદાસ સોરેન ધારાસભ્ય,જામતારા બેઠકના ધારાસભ્ય ઈરફાન અંસારી, માધુપુર સીટના ધારાસભ્ય હફીજુલ હસન, મહાગામા સીટના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહ, ગોમિયા બેઠકના ધારાસભ્ય યોગેન્દ્ર પ્રસાદ, ગિરિડીહ બેઠકના ધારાસભ્ય સુદિવ્ય કુમાર, મંડેર બેઠકના ધારાસભ્ય શિલ્પી નેહા તિર્કીએ શપથ લીધા હતા અગાઉ, જેએમએમના વરિ ધારાસભ્ય સ્ટીફન મરાંડીને ૨૮ નવેમ્બરના રોજ પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન પ્રોટેમ સ્પીકર તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. યાં સુધી નિયમિત સ્પીકરની પસંદગી ન થાય ત્યાં સુધી તે ગૃહની કાર્યવાહી હાથ ધરશે. સ્ટીફન મરાંડી આજે શપથ લેશે ત્યાર બાદ જ ધારાસભ્યો મંત્રી પદ માટે ગોપનીયતાના શપથ લેશે. કેબિનેટની બેઠક દરમિયાન ૯ થી ૧૨ ડિસેમ્બર દરમિયાન વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઝારખડં વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સે ૫૬ સીટો જીતી છે. જેએમએમ, જે ભારતીય ગઠબંધનનો ભાગ છે, તેણે ૩૪ બેઠકો, કોંગ્રેસને ૧૬ અને આરજેડીને ૪ બેઠકો મળી છે. આ સિવાય એનઅડીએ ગઠબંધન માત્ર ૨૪ બેઠકો જીતી શકયું છે, જેમાં ભાજપે ૨૧, એજેએસયુ એક, જેડીયુ ૧ અને એલજેપી (રામ વિલાસ) એક બેઠક જીતી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech