પરિવાર બહારગામ ગયો અને તસ્કરો ત્રાટકયા : જાણભેદુ તરફ આશંકા
જામનગરના પટણીવાડ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાથી સોનાના ઘરેણા ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. ૫૦ હજારની ચોરી થયાનું સામે આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. કોઇ જાણભેદુનો હાથ છે કે કેમ એ દિશામાં પણ તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં રેસ્ટોરન્ટની બાજુની શેરીમાં આવેલ શાલીમાર એપાર્ટમેન્ટની બાજુમા રહેતા મહમદહુશેન યુનુસભાઇ ચૌહાણ (ઉ.વ.૩૮) એ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના રહેણાંક મકાનના ઉપરના માળે રુમની અંદર ગત તા. ૧૭ના રાત્રીના દસેક વાગ્યાથી તા. ૨૪ના સવારના ૧૦ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ ઉપરના માળે ત્રાટકી કબાટનો લોક તોડીને તિજોરીમાંથી સોનાના આશરે એકાદ તોલાના ઘરેણા જેની કિ. આશરે ૫૦ હજરની ચોરી કરી ગયા હતા. ફરીયાદી પરિવાર સાથે બહારગામ ગયા હોય અને પાછળથી ચોરી થયાનુ ગઇકાલે સામે આવતા સીટી-એ ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઉપરોકત બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે સીટી એ પીઆઇ ચાવડાની સુચનાથી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે કોઇ જાણભેદુનું કૃત્ય છે કે કેમ એ દિશામાં પણ ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech