જેતપુરમાંથી પસાર થતી ભાદર નદીના ઉપર વાસમાં સતત સારા વરસાદને પગલે ભાદર છેલ્લ ા બે મહિનાથી વરસાદી પાણીથી બે કાંઠે વહી રહી છે. પરંતુ કેટલાક પ્રદુષણ માફિયાઓ જાણે ભાદર નદીને સ્વચ્છ જોઈ ન શકતા હોય તેમ તેમ પોતાના કારખાનાનું પ્રદુષિત પાણી ગટર કે વોકળામાં છોડી નદીને ફરીથી વહેલી પ્રદૂષિત કરી રહ્યા છે.
ચાલુ વર્ષે ખૂબ સારી મેઘ મહેર થતાં રાયના મોટા ભાગના ડેમો ઓવરલો થઈ ગયા અને નદીઓ બે કાંઠે વહી રહી છે. જેમાં જેતપુરની ભાદર ડેમ ઉપર પણ ખૂબ સારો વરસાદ અને સતત વરસાદ પડતાં ભાદર ડેમ પણ સતત ઓવરલો થઈ રહ્યો છે. અને ડેમનું પાણી ડેમના હેઠવાસના વિસ્તારોમાંથી નદી મારફત બે કાંઠે વહી રહ્યું છે. જેમાં દેશની દસ સૌથી પ્રદુષિત નદીઓમાંની એક ભાદર નદી પણ લાલ અને દુગધ મારતા પાણીને બદલે સ્વચ્છ, નિર્મળ વરસાદી પાણીથી જેતપુરમાંથી વહી રહી છે. પરંતુ આ વરસાદી નિર્મળ પાણી પ્રદુષણ માફિયાઓ જાણે જોય શકતા ન હોય તેમ પોતાના કારખાનાનું પાણી સીધુ વોકળા કે ભૂગર્ભ ગટરમાં છોડી રહ્યા છે. અને પ્રદુષિત પાણી વોકળા અને ગટર મારફત ભાદર નદીમાં ભળી રહ્યું છે. એટલે વરસાદી પાણીથી બે કાંઠે વહેતી ભાદર નદી આમ તો દર વર્ષે ચોમાસા પૂં થયાના થોડા જ સમયમાં ફરીથી લાલ પ્રદુષિત અને દુગધ મારતા પાણીથી વહેવા લાગે છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખૂબ પડો તો સામે પ્રદુષિત પાણી પણ વોકળા, ગટર મારફત ખૂબ વહી રહ્યા છે. એટલે ચાલુ વર્ષે ભાદર નદી થોડી વેલી પ્રદુષિત થઈ જાય તો ના ન કહી શકાય.
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્રારા દરેક કારખાનેદારોને તેમના કારખાનાનું પાણી ટેન્કર મારફત ડાઈંગ એસોસિએશન બનાવેલ કુંડમાં જ નાંખવાનો નિર્ણય લીધાના બે વર્ષ બાદ પણ ઘણા કારખાનેદારો પાણી ચોરી છુપીથી ગટરમાં કે વોકળામાં છોડી રહ્યા છે. આ બાબતે પણ ડાઈંગ એસોસિએશનને કહેલ કે આવા કારખાનેદારો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. યારે જેતપુરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી આવેલી છે અને તેનું કામ પ્રદુષણ ફેલાવતા એકમો સામે પગલાં ભરવાનું છે. એટલે કે, આમ પ્રદુષણ ફેલાવનારાઓ સામે પગલાં ભરવા માટે ડાઈંગ એસોસિએશન અને જીપીસીબી બંને બેઠા છે પરંતુ તેઓની નજરની સામે જ પ્રદૂષણ થઈ રહ્યું છે. તો ખાલી બેઠા બેઠા પ્રદુષણ જોયા રાખ્યા કરતા આવી કચેરીને જ બધં કરી દેવી જોઈએ જેથી એમ તો કહી શકાય કે અહીં પ્રદૂષણ રોકનાર કોઈ કચેરી જ નથી.
અત્યારે તો પર્યાવરણવિદો તેમજ પ્રકૃતિ પ્રેમીઓ ભાદર નદીને વરસાદી પાણીથી બે કાંઠે વહેતી જોયને આનંદની લાગણી તો અનુભવે છે પરંતુ આ નદીને કાયમ આવી જ રીતે સ્વચ્છ જોવાસ ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેનનો કરવા માટે ગુજરાત સરકાર રેલવેને રૂપિયા 220 કરોડ ફાળવશે
January 19, 2025 07:16 PMમહાકુંભની આગ આવી કાબુમાં, 250 તંબૂઓ થયા ભસ્મ, સિલિન્ડર બ્લાસ્ટ હતું કારણ
January 19, 2025 07:10 PMશપથ ગ્રહણ સમારોહ પહેલા મુકેશ અને નીતા અંબાણી ટ્રમ્પને મળ્યા, રાત્રિ ભોજનમાં દેખાયો ભારતીયોનો જલવો
January 19, 2025 07:08 PMજુઓ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કઈ રીતે ઉજવાયો ચોપાટીનો બર્થ ડે
January 19, 2025 05:55 PMરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
January 19, 2025 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech