જેતપુર: પશુ આહાર બાચકામાંથી ૧૧ કિલો ગાંજા સો ઝડપાયો

  • March 12, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ ગાંજો લઈને ઉભો હોવાની સીટી પોલીસને બાતમી મળેલ હતી. બાતમીને આધારે પોલીસે વિવિધ રસ્તાઓ પર વોચ ગોઠવી મોટર સાયકલ લઈને પસાર થતા શખ્સનો પીછો કરી તેની પાસે રહેલ પશુઆહારના બાચકામાંથી ૧૧ કિલો ૨૫૬ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પકડી પાડ્યો હતો.
​​​​​​​
શહેરના બસ સ્ટેન્ડમાં જીજે ૧૧ સી ૧૬૬૭ નંબરનું મોટર સાયકલ લઈને ઉભેલ શખ્સ પાસે પ્રતિબંધિત ગાંજો રહેલ છે અને તે જેતપુરથી બીલખા જઈ રહ્યો છે. જેથી સીટી પોલીસે શહેરના વિવિધ રસ્તાઓ પર વોચ ગોઠવી હતી જેમાં સારણ નદીના પુલ પાસે બાતમીવાળુ નંબર ધરાવતું મોટર સાયકલ પસાર થતા પોલીસે તેને ઉભો રહેવાનો ઈશારો કર્યો. પરંતુ ચાલકે મોટર સાયકલ પુરપાટ ઝડપે ચલાવીને નાશવાની કોશિષ કરતા પોલીસે તેનો પીછો કરીને ઝડપી લીધો.
તેના મોટર સાયકલમાં રહેલ પશુ આહારના પ્લાસ્ટિકના બાચકાને ચકાસતા તેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે પકડાયેલ શખ્સનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મહેશ ઉર્ફે મયુર હરેશભાઈ સોલંકી (રહે. માંદનપરા, તા. બિલખા, જિ. જુનાગઢ) હોવાનું જણાવેલ. પોલીસે ગાંજાનો વજન કરાવતા ૧૧ કિલો અને ૨૫૬ ગ્રામ કિંમત રૂપિયા ૧ લાખ ૧૨ હજાર ૫૬૦ અને  મોબાઈલ ફોન, બાઈક મળી રૂા. ૧ લાખ  ૩ર હજાર પ૬૦ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application