મોરબી ઝૂલતો પુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપવા અંગે હત્પકમ કર્યેા હતો જેને પગલે આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી જેમાં સરકાર અને બચાવ પક્ષે કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક લાખના શરતી જામીન મંજુર કર્યા છે.
ઝૂલતો પુલ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી જેમાં સરકારી વકીલે સમગ્ર ઘટનાક્રમ અંગે કોર્ટમાં જાણકારી આપી હતી તેમજ આરોપી ત્રણ માસ સુધી ફરાર રહ્યા હતા સહિતની દલીલો રજુ કરી હતી જયારે બચાવ પક્ષના એડવોકેટ દ્રારા પણ દલીલો રજુ કરવામાં આવી હતી બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે શરતી જામીન મંજુર કર્યા હતા.
જેમાં જયસુખ પટેલને એક લાખના જામીન લેવા, તેઓને પોતાનું રેસીડેન્સીયલ પ્રૂફ આપવું કે તેઓ કયાં રહે છે અને તેમાં ફેરફાર થતા કોર્ટમાં જાણ કરવાની રહેશે. આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઈ પ્રયત્ન ના કરવા, પાસપોર્ટ હોય તો સરન્ડર કરવાનો રહેશે તેઓને ભારત બહાર જવું હોય તો કોર્ટમાંથી પરવાનગી લઈને જવાનું રહેશે સૌથી મહત્વની શરત જયસુખભાઈ પટેલ મોરબી જીલ્લ ાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ તેઓ કોર્ટ મુદત સિવાય મોરબી જીલ્લ ામાં પ્રવેશ નહિ કરી સકે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને મોરબી જીલ્લ ાની હદ બહાર રહેવાનું રહેશે તેવી માહિતી સરકારી વકીલ વિજયભાઈ સી જાનીએ આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech