મ્યુનિ.બજેટ મિટિંગમાં અધુરા રહેલા ડીઆઇ લાઇન પ્રોજેકટ મુદ્દે જયમીન ઠાકરની તડાફડી

  • January 27, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની બજેટ મિટિંગમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર અધિકારીઓ અને ઇજનેરો ઉપર આગબબુલા થયા હતા, ખાસ કરીને કમિશનર સહિતના અધિકારીઓ કે ઇજનેરો બદલાય તેમ પ્રોજેકટ પડતા મુકવાની કે અગાઉના અધિકારીએ સુચવેલા પ્રોજેકટ લટકતા રાખવા સામે તેમણે રોષ ઠાલવ્યો હતો. ડીઆઇ પાઈપલાઈન પ્રોજેકટ હેઠળ જુના બજેટમાં સૂચવેલા કામો અધૂરા હોય તે પૂર્ણ કરવા આદેશ જારી કર્યેા હતો.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાપાલિકાના બજેટનો ધમધમાટ શ થયો છે. જેના માટે ચુંટાયેલ પાંખના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને જે તે વિભાગના અધિકારીઓ સાથે બેઠકનો દૌર શ થયો છે. જેમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે ડીઆઈ પાઈપલાઈન સાથેના ગત બજેટમાં રજૂ થયેલા તમામ પ્રોજેકટનો વર્ક ઓર્ડર નવા બજેટ પહેલા આપવામાં આવે તેવી સુચના આપવાની સાથો સાથ જે તે કમિશનરે રજૂ કરેલ પ્રોજેકટ તેમની બદલી થતાં જ બધં થઈ જાય છે. આવુ શા માટે થાય છે તેવું અધિકારીને સવાલ કરી પ્રોજેકટ એક પણ બધં ન થવા જોઈએ તેવી કડક સુચના આપી અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના નવા બજેટ માટે છેલ્લા ઘણા સમયથી બેઠકો ચાલી રહી છે. અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્રારા લોકોનેસ્પર્શતા નવા કામોના સુચનો કરવામાં આવી રહ્યા છે. તેમજ તેને લગતી ચર્ચાઓ પણ થઈ રહી છે. પરંતુ ગત વર્ષનું બજેટ પૂર્ણ થવાને હવે ઓછો સમય હોવાથી બજેટમાં જોગવાઈ થયેલ મોટાભાગના પ્રોજેકટો હાલમાં પણ અધુરા હોય સ્ટેન્ડીંગ ચેરમેને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં અધિકારીઓને સુચના આપી જણાવેલ કે, ડીઆઈ પાઈપલાઈનની ખરીદી અને લેબર કામમાં મોટાઓનથી કામ આપવામાં આવી રહ્યું છે. જેમાં નવી પદ્ધતિથી ફેરફાર કરી સંસ્થાના પૈસા બચાવવાની જરિયાત છે. તેવી જ રીતે મ્યુનિસિપલ કમિશનર દ્રારા કોઈ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો હોય અને આ પ્રોજેકટ શ થાય તે પહેલા કમિશનરની બદલી થાય ત્યારે આ પ્રોજેકટનું બાળ મરણ થઈ જતું હોય છે. તો કમિશનર દ્રારા મુકવામાં આવેલા તમામ પ્રોજેકટ નવા કમિશનર આવ્યે પણ યથાવત રાખવામાં આવે તેવી અધિકારીઓને સુચના આપી પ્રોજેકટ શા માટે બધં કરો છો તેવો સવાલ પણ પુછયો હતો.
દરમિયાન આ મામલે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, પ્રજાના ટેકસમાંથી આવતા પૈસા પ્રજાલક્ષી કામગીરી માં વધુમાં વધુ વપરાય અને આ પૈસાનો બેનીફીટ લોકોને મળી શકે તે માટે મે સતત પ્રયાસો કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application