ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની સામાન્ય ચૂંટણી ૧૩ ડિરેકટરોની યોજાઇ હતી. તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. તેમાં જયેશભાઇ રાદડિયાનો દબદબો જળવાઇ રહ્યો હતો. બન્ને ઉમેદવારો બીનહરીફ જાહેર થયા હતાં.
ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની સંઘના સભાખંડમાં પ્રમુખ–ઉપપ્રમુખની ચૂંટણી મામલતદાર નિખિલ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. તેમાં જિલ્લ ા બેન્કના ડિરેકટર અને સહકારી અગ્રણી હરિભાઇ ઠુંમર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રમુખ તરીકે અરણી ગામના ગોપાલભાઇ હરીભાઇ સખીયા ઉમેદવારી ચૂંટણી અધિકારી પાસે નોંધાવી હતી, અન્ય કોઇ ઉમેદવારે ફોર્મ નહીં ભરતા પ્રમુખ તરીકે તેઓ બિનહરીફ જાહેર કરાયા હતાં. તેવી જ રીતે ઉપપ્રમુખ તરીકે નાગવદર ગામના ભુરાભાઇ રણમલભાઇ ભોપાળાએ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અન્ય કોઇ ઉમેદવારે ફોર્મ નહીં ભરતા તેઓ પણ બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં.
સંઘના નવા વરાયેલા પ્રમુખ ગોપાલભાઇ સખીયા અને ઉપપ્રમુખ તરીકે ભુરાભાઇ ભોપાળાને જિલ્લ ા બેન્કના ડિરેકટર હરીભાઇ ઠુંમર, સંંઘના ડિરેકટરો દલપતભાઇ માકડિયા, હદાભાઇ ચંદ્રવાડિયા, મનસુખભાઇ સોજીત્રા, જીતેન્દ્રભાઇ માકડિયા, છોટુભા ચુડાસમા, ધીરજલાલ રૂપાપરા, વલ્લ ભભાઇ મુરાણી, બાબુભાઇ હત્પંબલ, મનસુખભાઇ કથિરિયા, રમેશભાઇ ખાંટ, દિપેનભાઇ જાવિયા અને જિલ્લ ા બેન્કના પ્રતિનિધિ નારણભાઇ ચંદ્રવાડીયા તેમજ સંઘના મેનેજર દીપકભાઇ ઠેસીયા સહિત સ્ટાફે બન્ને ઉમેદવારોને ફત્પલહાર કરી શુભેચ્છા પાઠવી હતી.
તાલુકા સંઘની ચૂંટણીમાં તમામ ૧૩ ઉમેદવારો તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ બીન હરીફ થતાં જિલ્લ ા બેન્કના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાનો સહકારી ક્ષેત્રમાં દબદબો અકબધં રહેવા પામ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech