ભાજપ સાથે ગેમ રમનાર જયેશ પટેલની ગેમ થઇ ગઇ

  • December 19, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સહિત સમગ્ર પક્ષ સાથે છેતરપિંડી કરવાનું ભારે પડુ:ં વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખ પદ તેમ બબ્બે પદ માટે પક્ષના નિયમ વિધ્ધ ફોર્મ ભરી વિશ્ર્વાસઘાત કર્યાનો પર્દાફાશ થતાં શિક્ષાત્મક કાર્યવાહી: પ્રમુખપદ માટે નવરાત્રી વખતથી લોબિંગ શરૂ કયુ'તું
ભારતીય જનતા પાર્ટી સાથે ગેઇમ રમવાનો પ્રયાસ કરનાર જયેશ પટેલ (લાઠીયા)ને હવે ભાજપમાં એક પણ હોદ્દો નહીં આપવા પ્રદેશના આદેશથી નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં હવે કોઈ કાર્યકર્તા કયારેય આવી ગેઇમ રમવાનું ન વિચારે તેવી ઉદાહરણપ સજા આપવામાં આવી છે. રાજકોટ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સહિત સમગ્ર પક્ષ સાથે છેતરપિંડી કરવાનું તેને ભારે પડું છે.
વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખ પદ તેમ બબ્બે પદ માટે પક્ષના નિયમ વિધ્ધ ફોર્મ ભરતા શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ છે. જયેશ પટેલને હવે ભાજપમાં એક પણ હોદ્દો નહીં આપવા પ્રદેશના આદેશ મુજબ નિર્ણય કરાયો હોવાનું શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરના વોર્ડ નં.૧૮ના ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે રાજકોટ શહેર ભાજપના કાર્યકર જયેશ પટેલએ કોઇ પણ ભોગે હોદ્દો અને સત્તા મેળવવા માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સમગ્ર પક્ષ સાથે છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કરીને વોર્ડ નં.૧૮ના ભાજપના પ્રમુખ તેમજ રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તેમ બબ્બે હોદ્દા માટે દાવેદારી કર્યાનો પર્દાફાશ થતા રાજકોટ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો અને સમગ્ર ઘટનાનો પ્રદેશ ભાજપ સુધી રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને પ્રદેશના નિર્દેશ અનુસાર જયેશ પટેલને ભાજપમાં એક પણ હોદ્દો ન આપવો તેવો નિર્ણય લઇને ઉદાહરણપ સજા આપવામાં આવી છે.
જયેશ પટેલ (લાઠિયા) નામના કાર્યકરે વોર્ડ નં.૧૮માં પ્રમુખપદ માટે ફોર્મ ભયુ હતું સાથે સાથે રાજકોટ તાલુકા પ્રમુખ માટે પણ દાવેદારી કરી હતી. એક વ્યકિત એક જ હોદ્દા માટે ફોર્મ ભરી શકે તેવા ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારીએ નિયમ જાહેર કર્યા હતા આમ છતાં જયેશ પટેલ (લાઠિયા)એ ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાને છેતરતો કાંડ કરી હોદ્દો મેળવવા ખેલ પાડો હતો.
વિશેષમાં આ અંગે રાજકોટ શહેર ભાજપના વર્તુળોમાંથી પ્રા વિગતો અનુસાર, રાજકોટ શહેરના વોર્ડ નં.૧૮માં પ્રમુખપદ માટે ભાજપના ૧૧ આગેવાનોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી છ ફોર્મ મંજૂર થયા હતા. આ પૈકી જયેશ પટેલ (લાઠિયા)નું ફોર્મ પણ ચૂંટણી નિરીક્ષકોએ માન્ય રાખ્યું હતું.
એક કાર્યકર્તા કોઇ એક હોદ્દા માટે જ દાવેદારી કરી શકે. આ નિયમથી ભાજપના તમામ કાર્યકર્તાઓ સુપેરે વાકેફ છે અને જયેશ પટેલ (લાઠિયા) પોતે પણ આ બાબત જાણતો હોવા છતાં સત્તા લાલસાને કારણે સંગઠનની રચનામાં કોઇ પણ સંજોગોમાં હોદ્દો મેળવવા છેતરપિંડી આચરી રાજકોટ શહેર ભાજપના નેતૃત્વને જાણ કર્યા વિના જ રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ માટે પણ ફોર્મ ભયુ હતું. રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનની ચૂંટણી માટે અમદાવાદના ભાજપના આગેવાન આશિષભાઇ દવેની નિરીક્ષક તરીકે ભાજપે વરણી કરી છે અને જયેશ પટેલ (લાઠિયા)એ નિરીક્ષક દવેને પોતાનું નિયત ફોર્મ આપ્યું હતું અને રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખપદ માટે દાવેેદારી કરી હતી. જયેશ પટેલને બન્ને પદ માટે છેક નવરાત્રી વખતથી જ સતત લોબિંગ કરી રહ્યો હતો અને મોટા નેતાઓને આ વખતે આપણો કંઇક મેળ પડી જાય તેવું કરજો હો...આ વખતે આપણું કંઇક ગોઠવજો હો... તેમ કહેતો હતો.
દરમિયાન વોર્ડ નં.૧૮ના પ્રમુખપદમાં મેળ પડી જશે તેવી ગધં આવી જતા તાબડતોબ તાલુકા પ્રમુખ પદ માટેનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. દરમિયાન ભારતીય જનતા પાર્ટી સાથે ગેઇમ રમવાનો પ્રયાસ કરનાર જયેશ પટેલની ગેઇમ ઉંધી પડી હતી અને તેની ગેઇમ થઇ ગઇ હતી. હકીકતનો પર્દાફાશ થઇ જતા બન્ને હોદ્દા માટે તેની દાવેદારી રદ કરવામાં આવી હતી

જયેશને કહો, પચં નિષ્ઠા ના સિધ્ધાંતો બોલી બતાવે
રાજકોટ શહેર ભાજપમાં વોર્ડ નં.૧૮માં તેમજ તાલુકા ભાજપમાં વર્ષેાથી કાર્યરત નિાવાન કાર્યકરોએ ભાજપના નેતાઓને ત્યાં જણાવ્યું હતું કે પોતે ભાજપનો આગેવાન તેમ કહી પક્ષ સાથે છેતરપિંડી આચરનાર જયેશ પટેલને ભાજપની પાંચ નિાના સિધ્ધાંતો પૂછો, જો તે પંચનિા કડકડાટ બોલી બતાવે તો તેને હોદ્દો આપો તેમાં અમને કોઇ વાંધો નથી. કાર્યકરોએ ત્યાં સુધી દાવો કર્યેા હતો કે પચં નિષ્ઠા એટલે શું ? તેની જયેશ પટેલને ખબર જ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application