એનિમલ ફિલ્મ હિટ નીવડતા જાવેદ અખ્તરે નિર્માતાને યશ ન આપ્યો, ફિલ્મ કેવી બનશે એ દર્શકોએ નક્કી કરવાનું તેવું કહ્યું

  • January 08, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' વિશે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું કે, 'આ ફિલ્મનું હિટ થવું એ ખૂબ જ ખતરનાક બાબત છે. કેવા પ્રકારની ફિલ્મો બનશે તે નક્કી કરવાની જવાબદારી દર્શકોની છે. 'કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવામાં ખોટું શું? અને એ ફિલ્મ હિટ થઈ ગઈ. 

કેવા પ્રકારની ફિલ્મો બનશે તે નક્કી કરવાની જવાબદારી દર્શકોની છે.

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક હતી. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મે ખૂબ પૈસા છાપ્યા અને નિર્માતાઓ અનુસાર આ ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જો કે આ ફિલ્મને લઈને ચાલી રહેલ અઢળક ચર્ચાઓની બીજી એક બાજુ પણ છે. 


આ ફિલ્મ દેશભરમાં હિટ રહી હોવા છતાં ઘણા લોકોએ તેની ઘણી ટીકા પણ કરી હતી અને અત્યાર સુધી થઈ રહી છે. સામાન્ય દર્શકો જ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ પણ ફિલ્મની ઘણી ટીકા કરી હતી. હાલમાં જ જાવેદ અખ્તરે પણ 'એનિમલ' વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'આ ફિલ્મનું હિટ થવું એ ખૂબ જ ખતરનાક બાબત છે.'

જાવેદ અખ્તરને અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેણે આજના સિનેમાના હીરો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, 'મને લાગે છે કે આજના લેખકો સામે આ સમસ્યા છે કે કેવી રીતે હિરોને આજના જમાનાનો હીરો કહી શકાય? તે કેવી રીતે કહેવું. શું કહેવું? આ મૂંઝવણ ત્યાં છે કારણ કે સમાજમાં મૂંઝવણ છે. શું સાચું અને ખોટું શું એ વિશે જ્યારે સમાજ સ્પષ્ટ હોય છે, ત્યારે તમને તમારી ફિલ્મો માટે સારા કેરેક્ટર્સ મળે.' 

કિસ્સો એવો છે કે એક સમયે જીવન ખૂબ જ સાદું હતું. શ્રીમંત લોકો આ કહાનીઓમાં ખરાબ દેખાડવામાં આવતા અને ગરીબ લોકો સારા હતા. હવે આપણા બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે કોન બનેગા કરોડપતિ? તેથી હવે આપણે અમીરોને ખરાબ દેખાડી શકીએ નહીં. આપણે પોતે અમીર બનવા માંગીએ છીએ. તો અમે કોને ખરાબ કહી શકીએ? 

આગળ વાત કરતાં એમને કહ્યું કે, 'મને લાગે છે કે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે આ એક મોટી કસોટી છે. આજે તમે કેવા પાત્રને રજૂ કરશો અને સમાજ કયા પાત્રના વખાણ કરશે? જો કોઈ ફિલ્મ જ્યાં કોઈ પુરુષ સ્ત્રીને કહે કે ચલ મારા ચંપલ ચાટ, જો કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવામાં ખોટું શું છે અને એ ફિલ્મ સુપર-ડુપર હિટ થઈ જાય, તો તે ખૂબ જ ખતરનાક બાબત છે.' લોકો મને પૂછે છે, 'સર, આજકાલ ગીતો કેવા બને છે?' છ-સાત લોકો મળીને ગીતો બનાવે છે. ‘ચોલી કે પીછે ક્યા હૈ’ એક માણસ દ્વારા લખવામાં આવ્યું હતું, જે બે પુરુષો દ્વારા રચવામાં આવ્યું હતું અને બે છોકરીઓ એ તેના પર ડાન્સ કર્યો હતો. આ આઠ-દસ લોકો થોડા પ્રોબ્લેમ છે. સમસ્યા એ છે કે આ ગીત સુપરહિટ થઈ ગયું હતું. કરોડો લોકોએ આને પસંદ કર્યું. આ એક ડરામણી બાબત છે. 

જાવેદ અખ્તરે વધુમાં કહ્યું કે સિનેમા નિર્માતાઓ કરતાં સિનેમા જોનારાઓની મોટી જવાબદારી છે. કેવા પ્રકારની ફિલ્મો બનશે તે નક્કી કરવાની જવાબદારી દર્શકોની છે. આપણી ફિલ્મોમાં ક્યા મૂલ્યો હશે, કઈ નૈતિકતા હશે અને લોકો શું નકારશે તે નક્કી કરવાનું દર્શકો પર છે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application