જસદણના કડુકામાં એટ્રોસિટીના કેસમાં સમાધાન ન કરતા મહિલા પર હુમલો

  • July 04, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના કડુકા ગામે રહેતી મહિલાએ ગામમાં જ રહેતા શખસ સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણે જણાવ્યું છે કે, આ શખ્સ વિરુદ્ધ અગાઉ એટ્રોસિટીની ફરિયાદ કરી હોય જેમાં સમાધાન ન કરતા તે બાબતનો ખાર રાખી આ શખસે તેણીનો હાથ પકડી તેને ઘર બહાર ઢસડી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કડુકા ગામે રહેતા રેખાબેન મહેશભાઈ ગોહેલ(ઉ.વ ૩૦) દ્વારા ભાડલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં જ રહેતા રામજી વાલજીભાઈ મકવાણાનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૭/૬ ના સાંજના સમયે તેઓ પોતાના ઘરે એકલા હતા. પતિ બોટાદ ગ્રામસભા ગયા હતા.
​​​​​​​
દરમિયાન તેમના ઘર પાસે રામજી મકવાણા ઘસી આવ્યો હતો અને ઘર બહાર દેકારો કરતો હતો જેથી મહિલા જોવા માટે ફળિયામાં જતા રામજી કહેવા લાગ્યો હતો કે તારો ઘરવાળો ક્યાં છે ? તમે લોકો શું પાવર બતાવો છો? મારી ઉપર એટ્રોસિટીનો કેસ કરેલ છે હું તમને ગામમાં રહેવા નહીં દઉં તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં મહિલાનો હાથ પકડી તેને ખેંચી નીચે પાડી દીધા હતાં. બાદમાં ઢસડીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન દેકારો થતા મહિલાના પરિવારજનો અને આસપાસના લોકો અહીં આવી જતા આ શખસ અહીથી નાસી ગયો હતો. તેના નેફામાં છરી જેવું હથિયાર પણ હતું ઘટના અંગે મહિલાએ પરિવારજનોને વાત કર્યા બાદ આ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ માં રામજી મકવાણા વિરુદ્ધ ફરિયાદીના પતિએ ભાડલા પોલીસ સ્ટેશનમાં ધમકી અને એટ્રોસીટીનો કેસ કર્યો હોય જે કેસ હાલ ચાલુ હોય તેમાં સમાધાન કરવા માટે રામજી અવારનવાર કહેતો હોય પરંતુ સમાધાન ન કરતા તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application