જસદણ તાલુકાના રાણીંગપર ગામે કાકા– ભત્રીજાના પરિવાર વચ્ચે લાકડી વડે મારામારી થઈ હતી. જેમાં મહિલા સહિત બેને ઇજા પહોંચી હતી. પાણી નિકાલ બાબતે બોલાચાલી થયા બાદ સમાધાન માટે ભેગા થતાં ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી હતી. આ મામલે ભાડલા પોલીસ સ્ટેશનમાં સામસામી પોલીસ ફરિયાદના આધારે પોલીસે ૭ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાણીંગપર ગામમાં રહેતા જીજાબેન વનરાજભાઈ સોમાણી(ઉ.વ.૨૫) દ્રારા ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કૌટુંબીક દિયર દલસુખ નાનજીભાઈ સોમાણી, રાજેશ નાનજીભાઈ સોમાણી, કાળુ ઉર્ફે લવજી સોમાણી, અજય લવજીભાઈ સોમાણીના નામ આપ્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ ૨૭૮ ના સવારના આઠેક વાગ્યે તેમના સસરા સોચક્રિયા માટે ગયા બાદ ઘરે પરત ફરતા તેણે વાત કરી હતી કે ભત્રીજા દલસુખ સોમાણીએ તેને કહ્યું હતું કે, રોડની પાસે જે તુવેરના ઝાડા નાખ્યા છે તે લઈ લેજો મારા ઘરમાં તુવેરના ઝાડાના હિસાબે પાણીનો નિકાલ થતો નથી. જેથી ફરિયાદીના સસરા ઠાકરશીભાઈએ કહ્યું હતું કે, નિકાલ માટે ઘણી જગ્યા છે જે બાબતે બોલાચાલી થઈ હતી બાદમાં બીજા દિવસે સવારના ૧૧:૦૦ વાગ્યે દલસુખ તથા તેનો મોટો ભાઈ રાજેશ અહીં ઘરે સમાધાનની વાત કરવા આવ્યા હતા પરંતુ સમાધાન થયું ન હતું. ત્યારબાદ બપોરના ચારેય આરોપીઓ ભેગા મળી લાકડી સાથે ધસી આવ્યા હતા જેથી મહિલાએ તેમ ઝઘડો ન કરવા સમજાવતા તેમને પેટમાં પાટુ મારી દીધું હતું તેમજ ફરિયાદીના પતિ વનરાજભાઈને લાકડી વડે મારમાર્યેા હતો.
સામાપક્ષે દલસુખભાઈ નાનજીભાઈ સોમાણી(ઉ.વ ૩૦) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઠાકરશી સોમાણી, વનરાજ સોમાણી અને જીજાબેન વનરાજભાઈના નામ આપ્યા છે. દલસુખભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘર નજીક કાકા ઠાકરશીભાઈ નું મકાન આવેલું હોય ગત તારીખ ૨૭૮ ના તેના ઘર પાસે વરસાદનું પાણી ભેગું થતું હોય તેથી કાકા ઠાકરશીભાઈને કહ્યું હતું કે રોડની બાજુમાં નાખેલી તમારી તુવેરની સાઠીઓના લીધે અમારા આંગણામાં પાણી ભરાય છે જેથી તે હટાવી લો આ સાંભળી કાકાએ કહ્યું હતું કે, પાણી નિકાલ કરવાના ઘણા રસ્તા છે તારે જે થતું હોય તે કર પણ આ જગ્યા મારી છે. ત્યારબાદ બોલાચાલી થઈ હતી બીજા દિવસે તેણે સમાધાન માટે બોલાવતા ઘરે જતા સમાધાન થયું ન હતું. બાદમાં આરોપીઓએ યુવાનને લાકડી વડે માર માર્યેા હતો તેમ જ તેના ભાઈને પણ ગાળો ભાંડી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech