જસદણ હાઈવે ઉઙ્કર માઈલ સ્ટોઙ્ગ ઉઙ્કર દર્શાવેલા કિલોમીટરમાં ગંભીર ક્ષતિઓ

  • February 08, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ-આટકોટને જોડતા ફોરલેન રોડ પર જે તે જવાબદાર તંત્ર દ્વારા દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવેલું છે. જે દિશાસૂચક બોર્ડમાં રાજકોટ અને ગોંડલનું અંતર સાચું લખવાના બદલે રાજકોટના કી.મી. ગોંડલમાં અને ગોંડલના કી.મી. રાજકોટમાં એમ જુદા-જુદા દર્શાવી દેવામાં આવતા જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બોર્ડમાં રાજકોટ ખરેખર ૫૭ કી.મી. લખવાના બદલે ૪૫ કી.મી. અને ગોંડલમાં ૪૫ કી.મી. લખવાના બદલે ૫૭ કી.મી. દર્શાવી દેવામાં આવ્યા છે. જસદણ-આટકોટ ફોરલેન રોડ તૈયાર થયો ત્યારે જ લગાવેલા બોર્ડમાં દિશા સાથેનું અંતર ક્ષતિ સાથે દર્શાવી દેવામાં આવ્યું હોવાથી વાહનચાલકો અસમંજસમાં મુકાઈ રહ્યા છે. આ ક્ષતિવાળું બોર્ડ જસદણ-આટકોટ ફોરલેન રોડ પર ઠપકારી દેવાતા વાહનચાલકો મીઠી મુંજવણમાં મુકાઈ રહ્યા છે. હકીકતમાં જસદણથી રાજકોટનું અંતર ૫૭ કિ.મી.નું જ થાય છે અને ગોંડલનું અંતર ૪૫ કી.મી.નું જ થાય છે. પરંતુ જે તે જવાબદારો દ્વારા આ દિશાસૂચક બોર્ડમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાથી આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અસમંજસતા અનુભવવા સાથે બેદરકાર તંત્રના ટકા મૂકી રહ્યાં છે. જેથી આ ગંભીર ક્ષતિ તાત્કાલિક સુધારી લેવામાં આવે તે જરૂરી બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application