બોયફ્રેન્ડના કારણે બન્નેએ એકબીજાને કર્યા અનફોલો
જાહ્નવી કપૂર અને સારા તેંડુલકરની મિત્રતા અંગે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, રિપોર્ટ્સ અનુસાર, બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આવી સ્થિતિમાં, આનું કારણ જાહ્નવીનો બોયફ્રેન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હજુ બેમાંથી એકેય મગનું નામ મરી પડવા તૈયાર નથી.
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આજકાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી પોતાની લવ લાઈફને લઈને એકદમ ખુલીને બોલી રહી છે, હાલમાં તે શિખર પહાડિયાને ડેટ કરી રહીની વાત પણ સ્વીકારી હતી. આવી સ્થિતિમાં ઘણી વખત તેઓ સાથે ઈવેન્ટ્સ અથવા આઉટિંગ કરતા જોવા મળ્યા છે.
પરંતુ હવે આ કપલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે જ્હાન્વી કપૂર અને તેની મિત્ર સારા તેંડુલકરની મિત્રતામાં ખટાશ આવી ગઈ છે અને તેનું કારણ જાહ્નવીનો બોયફ્રેન્ડ છે. આખરે શું છે આ સમગ્ર મામલો? જાણો અહીં.
જાહ્નવીએ સારા તેંડૂલકરને કરી અનફોલો !
થોડા દિવસો પહેલા જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા સારા તેંડુલકર સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે જાહ્નવીએ સારાને સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. થોડા સમય પહેલા, અભિનેત્રી સારાની તમામ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતી હતી, પરંતુ હવે તેણે અચાનક જ ઈન્સ્ટાગ્રામ પરથી સારાને અનફોલો કરી દીધી છે
જો કે હજુ સુધી શું થયું અને શા માટે જાહ્નવીએ આ પગલું ભર્યું તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આ જોઈને ઘણા લોકો કહે છે કે અભિનેત્રીનો બોયફ્રેન્ડ આનું કારણ હોઈ શકે છે. કોફી વિથ કરણ 8માં જાહ્નવી કપૂરે તેના અને શિખરના સંબંધો વિશે કબૂલાત કરી હતી. અભિનેત્રીએ આ દરમિયાન તેની પ્રશંસા પણ કરી અને જણાવ્યું કે તે તેને કેવી રીતે સપોર્ટ કરે છે.
અગાઉ જાહ્નવી સારાને ફોલો કરતી હતી
સારા અને શિખરને એકસાથે જોયા બાદ ફેન્સ પણ વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે. સારાનું શિખર સાથે હેંગઆઉટ કરવાનું અભિનેત્રીને પસંદ ન આવ્યું હોવાને કારણે જાહ્નવીએ સારાને અનફોલો કરી દીધી હોય લાગી રહ્યું છે.
સારાએ પણ જાહ્નવીને કરી અનફોલો
જાહ્નવી કપૂરે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના કારણે સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકરને અનફોલો કરી દીધી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સારા તેંડુલકર શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. બંને એક સાથે પાર્ટીમાં ગયા હતા. જે પછી સારા તેંડુલકર અને જાહ્નવી કપૂરે એકબીજાને પોતપોતાના ફ્રેન્ડ લિસ્ટમાંથી કાઢી નાખ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech