જામનગર રેડક્રોસ સોસાયટી દ્વારા જન ઔષધી કેન્દ્રની શરૂઆત

  • July 02, 2024 10:36 AM 

"સેવા હી પરમો ધર્મ" એ ઉક્તિને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચરિતાર્થ કરે છે. જનતાની સુખાકારી માટે જ કાર્ય કરતી રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. આ ઉદ્દેશ પૂર્ણ કરવા રેડ ક્રોસ સોસાયટી જામનગર દ્રારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે...


જામનગર રેડ ક્રોસ સોસાયટી જામનગર દ્રારા ગુલાબ કુંવરબા સેતાવડ ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ ક્લિનિક ચલાવવામાં આવે છે. આ ઉપરાંત તાજેતરમાં ત્રીજુ સોપાન પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી,. કેન્દ્રમાં દર્દીઓને જેનરીક દવાઓ ૫૦ ટકાથી ૮૦ ટકા જેટલા રાહત ભાવે આપવામાં આવનાર છે.


આ પ્રસંગે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગરના ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી, ભારતીય જનતા પાર્ટીના ડો. વિમલભાઈ કગથરા, સ્ટે કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાશક પક્ષના નેતા આશિષભાઈ જોશી, મહિલા નાગરિક બેંકના ડાયરેક્ટર શેતલબેન શેઠ, વોર્ડ નંબર નવના કોર્પોરેટર ધીરેન ભાઈ મોનાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.તમામ મહેમાનોનુ કુમકુમ તિલક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અજયભાઈ પટેલને જામનગરની શાન એવા રણમલ  તળાવની ફોટો ફ્રેમ સ્મૃતિ ચિહન સ્વરૂપે એનાયત કરવામાં આવી હતી, દિપ પ્રાગટય અને જન ઔષધિ કેન્દ્રનુ લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવો દ્રારા કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત રેડ ક્રોસ સોસાયટી જામનગર ના ચેરમેન બીપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળા, ડો.‌જોગીનભાઈ જોશી, ધર્મેન્દ્રસિંહ ઝાલા,  ડો વિહારી છાંટબાર, ભરતભાઈ ઝવેરી, કનકસિંહ જાડેજા, પી.સી. વસોયા, વકીલ પ્રફુલભાઈ કનખરા, ડો. બીપીનભાઈ સંધવી, રાજુભાઈ ભાનુશાળી,  ડો. ડી.એમ. ભટ્ટ , જી.જી. હોસ્પિટલના ડો. પોપટ, ડો. કલ્પનાબેન ખંડેરિયા, નિરંજનાબેન વિઠલાણી, ડો. રેશમાબેન સોની, ડો. ધૈર્ય કેશોર, મનોજભાઈ મણીયાર, દિપાબેન સોની, રેખાબેન જોશી, કાજલબેન ગનીયાણી, હંસાબેન રાવલ, ભૂમિ મહેતા,  જયશ્રીબેન જોશી, નિકુલદાન ગઢવી, વિગેરે  ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જોગીનભાઈ જોશીએ કર્યું હતું.જ્યારે  આભારવિધિ બીપીનભાઈ ઝવેરી દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application