કમિટીના ચેરમેનની સ્પીચમાં શહેરમાં ત્રીજું સ્મશાન, નવુ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નેકલેસ રોડ, ટાગોર હોલ, રણમલ તળાવ ભાગ-૨, રાત્રિ બજાર, સુભાષ માર્કેટ, પ૦ ઇલેકટ્રીક બસ, રીવરફ્રન્ટ, સાયન્સ સીટી ભવન, રસ્તા પર પેવર રોડ સહિતના રુા. ૯૧૯ કરોડના કામો કરાશે તેવી કરી જાહેરાત
જામનગર મહાનગરપાલિકાનું ફૂલ ગુલાબી ચૂંટણીલક્ષી બજેટ આજે સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જનરલ બોર્ડમાં રજૂ કર્યું હતું, રુા. ૧૩૬૮.૭૦ કરોડના બજેટમાં ઉઘડતી પુરાંત ૩૬પ.૧૬ કરોડ, અંદાજીત આવક રુા. ૧૧૮૭.૪૦ કરોડ કુલ ૧પપર.પ૬ કરોડ, વર્ષ દરમ્યાન ખર્ચ રુા. ૧૩૬૮.૭૦ કરોડ અને બંધ પુરાંત ૧૮૩.૮૬ કરોડ દર્શાવવામાં આવી છે, આ બજેટમાં ચેરમેન નિલેષ કગથરાએ જણાવ્યું હતું કે, ત્રીજું સ્મશાન, નવુ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નેકલેસ રોડ, ટાગોર હોલ, રણમલ તળાવ ભાગ-૨, રાત્રિ બજાર, સુભાષ માર્કેટ, પ૦ ઇલેકટ્રીક બસ, રીવરફ્રન્ટ, સાયન્સ સીટી ભવન, રસ્તા પર પેવર રોડ સહિતના રુા. ૯૧૯ કરોડના કામો કરાશે તેવી કરી જાહેરાત કરીને આ બજેટ વિકાસલક્ષી તેવી છાપ ઉભી કરી છે. વિરોધ પક્ષે આ બજેટમાં કેટલાક કામો જુના છે અને અગાઉ જાહેરાત કરી છે, તે રીપીટ કરવામાં આવ્યા છે તેવો આક્ષેપ પણ કર્યો હતો, ખાસ કરીને ર૦ર૪-૨૫ ના અંદાજપત્રમાં કરદર અને ચાર્જીસમાં કોઇપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી, એટલું જ નહીં તા. ૧પ/૦ર/ર૦ર૪ થી ૩૧/૦૩/ર૦ર૪ સુધી બાકી રહેલી રકમ હપ્તામાં ભારે તો પણ વ્યાજમાં રાહત આપવાની જાહેરાત કરી છે, જ્યારે એન.ટી. ૬ કેટેગરીમાં આવતી ધાર્મિક સંસ્થાઓને જનરલ ટેકસમાંથી માફી આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી ફોરેસ્ટ ઓફીસ તથા ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી ઠેબા ચોકડી સુધી ૭૦૦ એમ.એમ. ડીઆઇ મુખ્ય પાઇપ લાઇન રુા. ૨૯.૮૨ કરોડના ખર્ચે કરવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે, શહેરના જુદા જુદા બાકી રહેલ તથા નવા ડેવલપ થઇ રહેલા વિસ્તારોમાં ૧૦૦ એમ.એમ. થી ૫૦૦ એમ.એમ. ડાયાની ડી.આઇ. પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિથ રોડ સર્ફેસીંગના કામ રૂા. ૨૩.૮૪ કરોડના ખર્ચેે આયોજન કરવામાં આવેલ છે.
ઉંડ-૧ ડેમ ખાતે ઇન્ટેક વેલ તથા પમ્પીંગ મશીનરી તેમજ ઇલેકટ્રો મીકેનીકલના કામ રૂા. ૧૦.૯૧ કરોડના ખર્ચે, શંકર ટેકરી તથા સમર્પણ ઇ.એસ.આર. ખાતે જુના જર્જરીત સમ્પ ડીસ્મેન્ટલ કરી નવા સમ્પ, પંપ હાઉસ તથા કલોરીન રૂમ સહિતનું કેમ્પસ ડેવલોપમેન્ટ કરવાનું કામ રૂા. ૪ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.
સમર્પણ જંકશન સર્કલ પાસે રૂા. ૬૫ કરોડના ખર્ચે તથા ઠેબા ચોકડી પાસે રૂા. ૬૦ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનાવવા, રંગમતી-નાગમતી નદી મુળ પહોળાઇ મુજબની હાલે રહેલ નથી અને ગેરકાયદેસર રીતે નદી બુરવાની કાર્યવાહી ચાલુ હોય તે તાત્કાલીક અસરથી બંધ કરાવવી તેમજ નદીની મુળ ઓળખ જળવાઇ રહે તે મુજબ રીવફ્રન્ટ બનાવવા અંગે કુલ રુા. ૬૦૦ કરોડના પ્રોજેકટ અન્વયે પ્રતિ વર્ષ રકમની ફાળવણી મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી નદીમાં ઠલવાતા ગંદા પાણીનું શુધ્ધિકરણ સહિત નદીને ચેનલાઇઝ કરી પાણીના ફલોને રેગ્યુલાઇઝ કરવામાં આવશે.
વોર્ડ નં.૫ માં પાયલોટ બંગલાથી પંચવટી માનસરોવર એપાર્ટમેન્ટ સુધીના રસ્તાને આશરે ૨ કી.મી. લંબાઇના માર્ગને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવાનું કામ રૂા. ૧૫.૨૨ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. આ ઉપરાંત (૧) પાયલોટ બંગલાથી જીલ્લા કલેકટર ઓફીસ સુધી (૨) સાત રસ્તા સર્કલથી સુમેર કલર રોડ (૩) પવનચકકીથી ગ્રીન સીટી (૪) ગ્રીન સીટીથી લાલપુર બાયપાસ વિ. ગૌરવપથ તરીકે ડેવલોપ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેરમાં કોન્ટ્રીબ્યુશન લેન્ડ તરીકે મળેલ જગ્યામાં મલ્ટીપર્પઝ ઓડીટોરીયમ બનાવવા અંગે પ્લાનીંગ અને ડીપીઆર તૈયાર કરવામાં આવેલ છે. જે અન્વયે અંદાજીત ખર્ચ રૂા. ૧૫ કરોડ થવા જશે, કાલાવડ રોડ તથા લાલપુર રોડ ઉપર બે નવા ફાયર સ્ટેશનો બનાવવા અંગેના કામનું રુા. ૬ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે, ખંભાળીયા રોડ તથા લાલપુર રોડ ખાતે બે નવા સીવીક સેન્ટર બનાવવા અંગેના કામનું રૂા. ૪ કરોડના ખર્ચે, શહેરની રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ ખુબ જ જર્જરીત થઇ ગયેલ હોય, તેની જગ્યાએ મલ્ટી સ્ટોરેજ શાક માર્કેટ / પે એન્ડ પાર્ક બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
જામનગર શહેરમાં હાલે ૩ (ત્રણ) કેટલ પોન્ડ (ઢોર ડબ્બો) હૈયાત છે. તેમાં વધારાના ૨ (બે) કેટલ પોન્ડ (ઢોર ડબ્બો), વિશાલ હોટલ પાછળ અંદાજે ૨૨,૦૦૦ ચો.મી. જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલોપ કરવા, હાપા વિસ્તારમાં ફાયનલ પ્લોટ નં. ૬૨ વાળી જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલોપ કરવાનું કામ રુા. ૫ કરોડના ખર્ચે, ત્રીજા સ્મશાન માટે લાલપુ૨ ૨ોડ ઉપ૨ બનાવવા અંગેની કામગી૨ી તાત્કાલીક હાથ ધરવામાં આવશે.
જામનગ૨ શહે૨ના બેડી મ૨ીન પોલીસ ચોકી થી વાલસુ૨ા નેવી થઈ ૨ોઝી / બેડી પોર્ટ સુધીના દ૨ીયાઈ વિસ્તા૨માં જતા ૨ોડને નેકલેસ ૨ોડ ત૨ીકે ડેવલપ ક૨વા માટેનું આયોજન ક૨વામાં આવેલ છે, જામનગ૨ શહેમાં ૭૮-૭૯ એમ બન્ને વિધાનસભા મત વિસ્તા૨માં ૧-૧ એમ કુલ બે ડીઝીટલ લાઈબે્ર૨ી તથા યોગ સ્ટુડીયો બનાવવાનું આયોજન ક૨વામાં આવેલ છે. સદ૨હું કામોના ડી.પી.આ૨. બનેલ છે અને ડ્રાફટ ટેન્ડ૨ પેપ૨ની કાર્યવાહી ચાલુ છે.
શહે૨માં નાના અને મધ્યમ વર્ગના લોકો પોતાના સામાજીક કાર્યો સા૨ી ૨ીતે ક૨ી શકે તે માટે ખુલ્લા પ્લોટો પૈકી પસંદગી ક૨ી અને પાર્ટી પ્લોટ ત૨ીકે વિક્સાવવા, નાના બાળકોના મનો૨ંજન, આનંદપ્રમોદ માટે નાની ૨ાઈડ સહિત મીની એમ્યુઝમેન્ટ પાર્ક પી.પી.પી. ધો૨ણે ડેવલપ ક૨વાનું આયોજન ક૨વામાં આવેલ છે.
મહાનગરપાલિકાને સંપ્રાપ્ત થયેલ ખુલ્લા પ્લોટો અન્વયે જગ્યા પસંદ કરી સવારના સમયે શાકભાજી વેચાણ માટે, ત્યારબાદ ગુજરી બજાર અને રાત્રીના સમયે રાત્રી બજાર એક જ જગ્યાએ થઇ શકે તેવી વ્યવસ્થાનું આયોજન, શહે૨માં જગ્યાને ઉપલબ્ધિને આધિન નવા ત્રણ દાદા-દાદી ગાર્ડન વિક્સાવવાનું આયોજન ક૨વામાં આવેલ છે.
માંડવી ટાવ૨ ૨ેસ્ટો૨ેશન ક્ધઝર્વેશન ક૨વાનું કામ ડી.પી.આ૨. સ્ટેજે હોય, રૂા. ૨ ક૨ોડના ખર્ચે ૨ેસ્ટો૨શેન ક૨વાનું આયોજન હાથ ધ૨વામા આવેલ છે, ૨ણમલ તળાવ ફેઈઝ-૨ અન્વયે એન્વાય૨મેન્ટ થીમ બેઈઝ ૨ાજય સ૨કા૨ની અમૃત યોજના હેઠળ અંદાજીત રૂા. ૩પ ક૨ોડના ખર્ચે ડેવલપ ક૨વાનું કામ ટૂંક સમયમાં ચાલુ ક૨વામાં આવશે. સમગ્ર રાજ્યમાં પર્યાવરણ થીમ ઉપર જામનગર મોખરે છે.
શહેરી સડક યોજનાની ગ્રાંટ અન્વયે કુલ-૪૪ કામોનું રૂા. ૪૩.૮૩ કરોડના ખર્ચે, વોર્ડ નં.૧ થી ૧૬ માં જુદી જુદી જગ્યાએ સી.સી. રોડ / પેવર બ્લોકના કામોનું રુા. ૩૨ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે, આરએન્ડબી હસ્તકની માન. ધારાસભ્યશ્રીની ૧૦૦% સ્પેશ્યલ ગ્રાંટ આધારીત સી.સી. રોડ, સી.સી. બ્લોકના કામોનું રૂા. ૪ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.
જીલ્લા આયોજન મંડળ હસ્તકની ધારાસભ્યની ૧૦%, ૨૦% તથા ૧૦૦% ગ્રાંટ આધારીત સી.સી. રોડ, સી.સી. બ્લોક, કોમ્યુનીટી હોલ, નાવણી તથા આર.સી.સી. બેન્ચીઝના કામોનું રુા. ૩ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે, આરએન્ડબી હસ્તકની માન. ધારાસભ્યશ્રીની ૧૦૦% સ્પેશ્યલ ગ્રાંટ આધારીત સી.સી. રોડ, સી.સી. બ્લોક, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલના કામોનું રૂા. ૧.૨૫ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે, શહેરના પાંચેય ઝોનને આવરી લઇને આંગણવાડી કેન્દ્ર (નંદઘર) અલગ-અલગ વિસ્તારોમાં ૫૩ નંદઘર બનાવવા અંગેના કામનું રૂા. ૬.૩૬ કરોડના ખર્ચે આયોજન હાથ કરવામાં આવેલ છે.
અંધાશ્રમ પાસે આવેલ ૧૪૦૪ આવાસનું ડીમોલેશન કરી સરકારશ્રીની નકકી થયેલ નીતી મુજબ જનભાગીદારીના ધોરણે રીડેવલોપમેન્ટ કરી ઇડબલ્યુએસ-૧ પ્રકારના ૧૪૨૦ આવાસો બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
સ્ટે. કમિટી બજેટ ચર્ચા દરમ્યાન કુદરતી આફત કે ઇમરજન્સીના સમયે રેસ્કયુ ઓપરેશન માટે સાધન સામગ્રીઓ અન્વયે સ્લેબ કટર અને અન્ય મશીનરી માટે રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે વસાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
આગામી વર્ષમાં કુલ ૧૩ ટી.પી. સ્કીમના અમલીકરણનું આયોજન કરવામાં આવેલ છે, પંચવટીથી બાપા સિતારામની મઢુલી સુધીના રસ્તા ઉપર વાહનોની ગીચતાના હિસાબે ટ્રાફીક જામ થતો હોય. આ રોડ ઉપર ડી.પી. અમલીકરણ કરવા ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવે છે.
આ ઉપરાંત પી.એમ. ઇ-બસ સેવાની ગાઇડલાઇન મુજબ જામનગર શહેરનો સમાવેશ થયેલ હોય, તે મુજબ જામનગર શહેરને જે ઇલેકટ્રીક બસો ફાળવવામાં આવનાર છે તે શહેરમાં ઇલેકટ્રીક બસો અને આ બસના ચાજીગ સ્ટેશન, બસ ડેપો માટે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે ફાયનલ પ્લોટ નં. ૮૭ માં સોલાર સીસ્ટમ સાથે અદ્યતન કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
શહેરના અલગ-અલગ માર્ગોને સેન્ટ્રલ લાઇટીંગ અંગેનું આયોજન કરવામાં આવેલ છે, મહાનગરપાલિકાની પાવર જરૂરીયાત અન્વયે ગ્રીન એનજીને પ્રોત્સાહન રૂપે આગામી સાલે વધુ ૫ મેગા વોટ પાવરને મેળવવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ મહાનગરપાલિકાના અલગ-અલગ ગાર્ડનોમાં જરૂરીયાત મુજબ સોલાર ટ્રી લગાડવાનું આયોજન કરવામાં આવેલ છે.
ગંદા વપરાશી પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અન્વયે નવાગામ ઘેડ સ્થિત એસટીપી પ્લાન્ટથી સીકકા ખાવડી સુધી પાઇપ લાઇન, સ્ટોરેજ સમ્પ તથા પમ્પીંગ સ્ટેશન બનાવવા અંગેનું આયોજન તેમજ નવા ભળેલા વિસ્તારો પૈકી બાકી રહેતા વિસ્તારો કે જેમાં ભુગર્ભ ગટર કાર્યરત નથી ત્યાં ભુગર્ભ ગટર નેટવર્ક બનાવવાનું કામ તથા સલગ્ન પમ્પીંગ સ્ટેશન અને એસ.ટી.પી. પ્લાન્ટ બનાવવાનું કામ અંદાજીત રૂા. ૧૧૦ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.
સોલીડ વેસ્ટ શાખા હસ્તક લેન્ડ ફીલ સાઇટ, કમ્પોસ્ટ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ, રોડ સ્વીપર મશીન, ડેડ એનીમલના સાઇન્ટીફીક નિકાલ અંગે તેમજ રખડતા કુતરાઓ અંગે એનીમલ બર્થ ક્ધટ્રોલ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટી, સ્ટરીલાઇઝેશન તથા વેકશીનેશન, અમૃત ૨.૦ યોજના અંતર્ગત ગાર્ડન રીઝર્વ પ્લોટ (૧) જામનગર રાજકોટ હાઇવે હોન્ડા શોરૂમ પાસે (૨) મહાપ્રભુજી બેઠકથી અન્નપૂર્ણા માતાજી મંદિર પાસે (૩) સોનલનગર વિ. ત્રણ જગ્યાએ ગ્રીન સ્પેશ એન્ડ પાર્ક પ્રોજેકટ અન્વયે રૂા. ૨.૮૫ કરોડના ખર્ચે કામગીરી કરાશે, આમો કુલ ૯૧૯ કરોડના કામોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
૨૦૨૪-૨૫ ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના ફાળાની રકમ રૂા. ૨૦ કરોડ અને શાળા ફર્નીચર, રીપેરીંગ, નળ-લાઇટ ફીટીંગ, ફાયર શેફટી સાધનો વિગેરે માટે રૂા. ૧.૦૫ કરોડ મળી કુલ રુા. ૨૧.૦૫ કરોડ ફાળવવામાં આવશે. શ્રી વી.એમ. મહેતા મ્યુની. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બજેટ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે રુા. ૧૫ લાખનો સમાવેશ કરવામાં આવેલ છે.
યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી તથા જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી તેમજ તત્કાલીન ધારાસભ્ય આર.સી. ફળદુ તથા તત્કાલીન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના અમો આભારી છીએ કે, જામનગર મહાનગરપાલિકાને વિવિધ પ્રોજેકટો માટે અંગત લક્ષ દાખવી ગ્રાંટ ફાળવવામાં આવેલ છે તે બદલ જામનગર મહાનગરપાલિકા પરિવાર વતી હું સર્વેનો આભાર માનું છું.
આ જનરલ બોર્ડની ખાસ બજેટ બેઠક મેયર વિનોદભાઇ ખીમસૂર્યાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ, એએમસી ભાવેશ જાની સહિતના હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech