કોર્પોરેશન દ્વારા મોબાઇલ ટેકસ કલેકશન વેન શહેરના અમુક વિસ્તારોમાં ફરશે અને તે માટેનો કાર્યક્રમ જાહેર થયો: લોકોને સુવિધા આપવા માટે પગલું: સવારે 10.30 થી બપોરે 1.30, બપોરે 2.30 થી 5.30 સુધીનો રહેશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરનાર આસામીઓને વળતર આપવાની યોજના ચાલી રહી છે. આ માટે મનપાએ લોકો પોતાના ઘર આંગણે વેરો ભરપાઈ કરી શકે તે હેતુથી મોબાઈલ ટેકસ કલેકશન વેન જુદા જુદા વિસ્તારોમાં ઉભી રાખવામાં આવશે. લોકો સ્થળ પર વેરો ભરપાઈ કરી શકશેે. જેનો સમય સવારે 10.30 થી બપોરે 1.30 અને બપોરે 2.30 થી 5.30 સુધીનો રહેશે, આ માટે જામનગર કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી છે, તા.31 મે સુધી આ યોજનાનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.
તા. 29 એપ્રિલના સવારે પટેલ કોલોની ક્રોસ રોડ, અને બપોરે 9-પટેલ કોલોની ડેરી પાસે, તા. 30 ના સવારે પટેલ કોલોનીના છેવાડે અને સાંજે રામેશ્વર ચોક, તા.1 મેના સવારે શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસે, તા.2ના સવારે એમ્યુઝમેન્ટ પાર્ક અને સાંજે સત્યમ કોલોની, આહિર સમાજ, તા.3ના સવારે ગુરૂદત્રાતેય - વિરલબાગ, બપોરે પંચવટી પોસ્ટ ઓફિસ, તા.4 ના સવારે દરબારગઢ સર્કલ બપોરે દિપક સિનેમા, તા.6ના સવારે ત્રણ દરવાજા, બપોરે અંબર ટોકીઝ, તા.7 ના સવારે વાલ્કેશ્વરી-નગરી આદર્શ હોસ્પિટલ, બપોરે ડો. તકવાણી દવાખાના પાસે, તા.8ના સવારે એસ.ટી. ડેપો, બપોરે પ્લોટ પોલીસ ચોકી, તા.9 ના સવારે ખંભાળીયા ગેઈટ, ખત્રીવાડી બપોરે પવનચક્કી ભાનુશાળી જ્ઞાતિની વાડી, તા.10 ના સવારે રણજીત સાગર રોડ પમ્પ હાઉસ, બપોરે ગ્રીનસીટી, તા.13 ના સવારે લાલપુર બાયપાસ ચોકડી બપોરે સમર્પણ હોસ્પિટલ.
તા.14 ના સવારે દિગ્જામ સર્કલ, બપોરે ક્રિષ્ના સ્કૂલ પાસે, તા.15 ના સવારે જીઆઈડીસી જકાતનાકા બપોરે નવાનગર સોસાયટી, તા.17 ના સવારે હાપા માર્કેટ યાર્ડ, બપોરે શાંતિવન, જી.ડી.શાહ સ્કૂલપ પાસે તા.18 ના સુભાષ શાક માર્કેટ, બપોરે આદર્શ સ્મશાન પાસે, તા.20 ના સવારે તીનબત્તી, બપોરે પંચેશ્વર ટાવર, તા. 21 ના સવારે 6-પટેલ કોલોની રોડ નં.4 , બપોરે ગાંધીનગર બસ સ્ટોપ, તા.22ના સવારે બેડેશ્વર પેટ્રોલ પમ્પ બપોરે એમ.પી.શાહ ઉદ્યોગનગર આવાસ, તા. 23 ના સવારે જોગર્સ પાર્ક, બપોરે સ્વસ્તિક સોસાયટી.
તા. 24ના 80 ફૂટ રોડ મેહુલનગર દેરાસર બપોરે સત્યમ કોલોની રોઝી પમ્પ પાસે, તા.27 ના રડાર રોડ, બપોરે નાઘેડી સબ સ્ટેશન સૈનિકભવન, તા.28 ના સવારે દિ.પ્લોટ હિંગળાજ ચોક બપોરે શંકર ટેકરી જીઆઈડીસી ઓફિસ, તા.29 ના સવારે શંકર ટેકરી ઈદમસ્જીદ બપોરે જેલ પાસે તા.30 ના સવારે ચાંદી બજાર બપોરે ભીમવાસ, કેશુભાઈ હોટલ પાસે, તા.31 સવારે મારૂ કંસારા વાડી રણજીતસાગર રોડ અને બપોરે કિર્તીપાન પાસે આ વેન સેવાનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech