જામ્યુકોએ તા.16 થી 31 મે સુધી રીબેટ યોજના બહાર પાડી

  • April 15, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ યોજનામાં 10 થી 25 ટકા સુધીનું વળતર: સિનિયર સીટીઝન, માજી સૈનિકો, ક્ધયા છાત્રાલય, અનાથ આશ્રમ, વૃઘ્ધાશ્રમ, અપંગ આશ્રમને રીબેટમાં ફાયદો: સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરનારને વધુ 2 ટકા તેમજ ઓનલાઇન ભરનારને પણ 2 ટકાનો લાભ


જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વખતની જેમ આ વર્ષે કેટેગરી વાઇસ 2024-25ના વર્ષ માટે એડવાન્સ ટેકસ ભરનારાઓ માટે રીબેટ યોજના જાહેર કરાઇ છે જેમાં વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, મિલ્કત વેરા, સફાઇ કર, ફાયર ચાર્જ, એન્વાયમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ, ગ્રીનરી ચાર્જ, સ્ટ્રીટલાઇટ યુજર્સ ચાર્જની રકમ એડવાન્સમાં ભરનાર કરદાતાઓ માટે નિયત થયેલી કેટેગરી અનુસાર 10 થી 25 ટકા સુધીનું વળતર તા.16 થી 31-5-2024 સુધી મળશે અને આ યોજના આવતીકાલથી શ થઇ જશે.



મ્યુ.કમિશ્નર દિનેશ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકસ વિભાગના આસી.કમિશ્નર જીગ્નેશ નિર્મલ, ટેકસ ઓફીસર વિજય ભાંભોરની ટીમે આ વખતે રેકોર્ડ બ્રેક વેરો વસુલ્યો હતો અને જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત આ વેરો એક અબજને પાર કરી ગયો હતો, આ નવી સ્કીમમાં સામાન્ય કરદાતાઓ માટે એડવાન્સ ટેકસ ભરનારાઓને 10 ટકા, સીનીયર સીટીજનને 15 ટકા, શારીરીક ખોટ ખાપણ ધરાવતી વ્યકિતઓને 15 ટકા, બીપીએલ કાર્ડધારકોને 15 ટકા, ક્ધયા છાત્રાલય 25 ટકા, માજી સૈનિકોને 25, સ્વાતંત્ર સેનાનીઓ અને શહીદોની વિઘ્વાને 25 ટકા રીબેટ અપાશે.



આ ઉપરાંત સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરનારને 2 ટકા વધુ અને ઓનલાઇન ટેકસ ભરનારને પણ 2 ટકા લાભ મળશે, ઉપરાંત સોલાર અને ફટોફ એનર્જી સિસ્ટમ ધરાવનારને એક વખત હાઉસટેકસના ધોરણે વધારાના 5 ટકા મળશે. સીનીયર સિટીઝન, શારીરીક ખોટ ખાપણ, બીપીએલ, વિઘ્વાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ, સૈનિકો, અનાથ આશ્રમ, વૃઘ્ધાશ્રમને આધાર રજૂ કયર્િ બાદ રીબેટ મળશે. માત્ર સરચાર્જ (શિક્ષણ) ઉપર રીબેટ નહીં મળે.


કોર્પોરેશન દ્વારા 2006 પહેલાના મિલ્કત વેરા અને વોટર ચાર્જ ઉપર 100 ટકા વ્‌યાજ, 2006 પછી કાર્પેટ બેજ ઉપર બાકી રહેલા મિલ્કત અને વોટર ચાર્જ ઉપર 50 ટકા વ્યાજમાં રાહત અપાશે તેમજ આ વેરો જામનગર કોર્પોરેશનની મુખ્ય કેશ કલેકશન શાખા, સ સેકશન, રણજીત રોડ, ગુલાબનગરના સીવીલ સેન્ટર, એચડીએફસી બેંક, નવાનગર બેંક, આઇડીબીઆઇ બેંક અને કોટક મહીન્દ્રા બેંકની તમામ શાખાઓ તેમજ મોબાઇલ ટેકસ કલેકશન વાનમાં પણ ટેકસ ભરીને રીબેટ યોજનાનો લાભ મળશે અને મહાપાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન ટેકસ ભરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application