"કાળી છો પણ પાવર સમાતો નથી, ક્યાંથી ભટકાઈ ગઈ છો" કહીને રાજકોટની પરિણીતાને જામનગરના સાસરીયાઓનો ત્રાસ

  • September 02, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ઘરમાં સાસરીયાઓના ત્રાસના લીધે પરિણીતા હેરાન થઈ રહ્યા હોવાના બનાવ વધી રહ્યા છે. રાજકોટમાં એક પરિણીતાને "તું અમને બટકી ગઈ છું, કાળી છો તેમ છતાં પાવર કેટલો છે" તેવું કહીને સાસરિયાંઓ ત્રાસ આપતા હતા અંતે મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.     


રાજકોટ શહેરના માડા ડુંગર પાસે ગોકુલ પાર્કમાં રહેતી આ મહિલાનું નામ સોનલ સુમકીયા છે. મહિલાનું સાસરુ જામનગરના હાપા ખાતે આવેલું છે. પરિણીતાએ તેના પતિ કિશન, સાસુ ગૌરીબેન, સસરા હસમુખભાઈ, નણંદ કોમલ અને દિયર દીપક સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 


ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, હજુ એક વર્ષ પહેલા જ તેણીના લગ્ન થયા હતા. લગ્નના સાત દિવસ બાદ તરત જ પરિણીતાને તારા બાપે કરિયાવરમાં કાંઈ આપ્યું નથી, તેમ જ તું કાળી છો, મારા ભાઈને તું બટકાઈ ગઈ છો, આવા શબ્દનો પ્રયોગ કરીને સાસુ, દિયર, સસરા અને નણંદ ત્રાસ આપતા હતા. તેમજ મહિલાને માવતરમાં ફોન પણ કરવા દેતા ન હતા. આ દરમિયાન મહિલાને તાવ આવી જતા તેનો પતિ તેને રાજકોટ માવતરએ મૂકી ગયો હતો. બાદમાં મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application