રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે ઇલેકટ્રીક ફીટીંગ, સેન્ટ્રલ એસી, આર્ટ ગેલેરી અને નીચેના હોલને પણ એસી કરાયા: હવે રિમોટ ક્ધટ્રોલથી પડદા ખુલશે: પાર્ટી પ્લોટ અને પાર્કિંગની જગ્યા વધારાઇ: ા.4 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે ટાઉનહોલ: દોઢેક માસ બાદ લોકો માટે ખુલ્લો મુકાશે
જામનગરને લાંબા સમય બાદ એક અદ્યતન રિનોવેટ કરેલો ટાઉનહોલ મળશે, લાંબા સમયથી ટાઉનહોલનું કામ ચાલતું હતું, રાજકોટમાં ગેમ ઝોનનો બનાવ બન્યા બાદ સરકારની નવી ગાઇડલાઇન આવી અને એસઓપી પ્રમાણે ઇલેકટ્રીક ફીટીંગ અને અન્ય સલામતી માટે કામગીરી કરવામાં આવી, ા.4 કરોડના ખર્ચે હવે 800 બેઠકોવાળો નવો ટાઉનહોલ દોઢ મહીના બાદ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવશે, થોડા દિવસ કામ ધીમી ગતીએ ચાલ્યું પરંતુ નવી-નવી સિસ્ટમને કારણે હવે લોકોને પણ ટાઉનહોલમાં કાર્યક્રમ માણવાની મજા આવશે. ખાસ કરીને ભૂતકાળમાં ટાઉનહોલમાં માઇક સિસ્ટમનો ભારે પ્રોબ્લેમ હતો એ હવે આધુનિક બનાવવામાં આવી છે. થોડી બેઠક વ્યવસ્થા પણ વધી છે ત્યારે નવું ઓડીટોરીયમ લગભગ દોઢેક મહીનામાં તો ખુલ્લું મુકાઇ જશે જે જામનગર માટે એક નવલું નજરાણુ બની જશે.
જામનગર શહેરની મઘ્યમાં ટાઉનહોલ આવેલો છે, અગાઉ સ્ટે.કમિટીએ ટાઉનહોલ અપગ્રેડેશન અને અલ્ટેરેશન તેમજ રિનોવેશનના કામ માટે ખર્ચ મંજુર કર્યો હતો, હવે લગભગ ા.4 કરોડનો ખર્ચ થઇ જશે, રિનોવેશનના કામમાં આખા ટાઉનહોલમાં કલર કામ, નવા પેવીંગ બ્લોક લગાવાયા, ટોયલેટ બ્લોકને રિનોેવેટ કરાયા છે, ઓડીટોરીયમની તમામ ખુરશી નવી નાખવામાં આવી છે અને એકોસ્ટીક વર્ક તેમજ ઇન્ટીરીયલ વર્ક રાખીને સ્ટેજને અદ્યતન બનાવવામાં આવ્યું છે, મુખ્ય સ્ટેજમાં ફલોરીંગ બદલવાનું કામ તેમજ આદ્યુનિક લાઇટો નાખવામાં આવી છે, આમ ટાઉનહોલની ખરેખર કાયા પલટ કરી દેવામાં આવશે.
જો કે જાણવા મળતી માહિતી મુજબ કદાચ 4.8 કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે, પ્રોજેકટ પ્લાનીંગ શાખા દ્વારા આ ટાઉનહોલને રિનોવેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, આધુનિક સાઉન્ડ સિસ્ટમ હોવાના કારણે હવે સંગીતના કાર્યક્રમ માણવાની લોકોને મજા આવશે, ખાસ કરીને સ્ટેજને નવો ઓપ આપવામાં આવ્યો છે, સ્ટેજ પરના પડદા રિમોટ ક્ધટ્રોલથી ખુલશે.
આ ઉપરાંત ટાઉનહોલના મેદાનના બીજા ભાગમાં પણ બ્લોક નાખી દેવામાં આવ્યા છે, જેના કારણે હવે પાર્કિંગ માટે વિશાળ મેદાન મળશે, નવા કામમાં ખાસ જોઇએ તો ગ્રાઉન્ડ ફલોરમાં જે આર્ટ ગેલેરી બનાવવામાં આવી હતી જેને એસી કરવામાં આવી છે તેમજ એક હોલને પણ એસી બનાવવામાં આવ્યો છે. જામનગરની કલા પ્રિય જનતા માટે હાલ ધન્વંતરી હોલ એક જ છે, ટાઉનહોલ રીપેરીંગ થઇ રહ્યો છે અને મહાપ્રભુજીની બેઠક પાસે નવો ટાઉનહોલ બનવા માટે હજુ કોઇ ઠેકાણા નથી.
સરકારની નવી ગાઇડલાઇન બહાર પડી છે ત્યારે એ પ્રમાણે ઇલેકટ્રીક ફીટીંગની સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેના હિસાબે થોડુ કામ લેઇટ પણ થયું છે, ખાસ કરીને અદ્યતન ખુરશી વ્યવસ્થા મન મોહી લે તેવી છે, જાણે કે ટોકીઝમાં બેસીને આપણે કાર્યક્રમ જોઇ રહ્યા હોય તે ટાઉનહોલ ખુલ્યા બાદ લોકોને અનુભતી થશે, જામનગરની પ્રજાને એક નવલું નજરાણુ મળ્યું છે, જામનગરની વસ્તી સાડા સાત લાખ ઉપર પહોંચી ગઇ છે ત્યારે બીજો ટાઉનહોલ પણ ઝડપથી થાય તે માટે કોર્પોરેશને પ્રયાસ કરવા જોઇએ. ટાઉનહોલનું જે કામ બન્યું છે તે ખુબ જ નમૂનેદાર બન્યું હોય, લગભગ દોઢેક મહીના બાદ એટલે કે દિવાળી બાદ તેમાં કાર્યક્રમો થઇ શકશે. ફ્રન્ટ ગેઇટ અને મેઇન ગેઇટને પણ આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech