સવારે ઠંડી અને બપોરે ગરમી યથાવત: લઘુત્તમ તાપમાન 14.5 ડીગ્રીની સામે મહત્તમ તાપમાન 30 ડીગ્રી: મીશ્ર ઋતુને કારણે શરદી, ઉધરસ, વાયરલ ફીવર જેવી બિમારીમાં પણ વધારો
ઋતુ ચક્રમાં ગજબનો ફેરફાર આવ્યો છે, કોઇપણ કારણે હવામાન અસ્થિર છે, જે ઋતુમાં જેટલું તાપમાન હોવું જોઇએ તેમાં ફરક જોવા મળી રહ્યો છે, જામનગરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે 50 ટકાનો તફાવત છે, પરીણામે આ બેવડી ઋતુના લીધે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે, વહેલી સવારથી સુર્યોદય સુધી સારી એવી ઠંડક જોવા મળે છે અને આ પછી ફરી સા એવું હુફાળુ વાતાવરણ થઇ જાય છે.
જામનગરમાં આજે લઘુતમ તાપમાન 14.5, મહત્તમ 30 ડીગ્રી નોંધાયું છે, પવનની ગતિ 4 કિ.મી.ની રહી છે જયારે ભેજનું પ્રમાણ 57 ટકા છે, ખાસ કરીને લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે અડધોઅડધ તફાવત જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.
શરીરને તાપમાનની સારી એવી અસર થાય છે, સ્થિર તાપમાન શરીર માટે સાનુકુળ રહે છે, પરંતુ અસ્થિર તાપમાન લોકોની તબીયત ઉપર અસર પહોંચાડે છે, 14.5 ડીગ્રી લઘુતમ તાપમાન એટલે કે વ્હેલી સવારથી સુર્યોદય સુધી અને સુયર્સ્તિથી રાત્રે સારી એવી ઠંડક રહે છે, તેની સામે સુર્યોદયથી સુયર્સ્તિ સુધીનું મહત્તમ તાપમાન 30 ડીગ્રી સુધી ઉંચુ રહેતું હોવાથી આ તફાવત લોકોના સ્વાસ્થ્ય પર અવળી અસર સમાન સાબીત થઇ રહ્યું છે.
પરીણામે સરકારી જી.જી.હોસ્પિટલમાં વાયરલ ફીવર, શરદી, ઉધરસના કેસમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે, જીવલેણ ડેન્ગ્યુના કેસમાં જો કે રાહતપ ઘટાડો છે, પરંતુ બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેકશનના કેસમાં ઉછાળો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમ્યાન સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાતના દરીયાકાંઠા વિસ્તારના તાપમાનમાં સારો એવો ઘટાડો થવાની આગાહી કરાઇ છે, જો કે હાલમાં તો કાંઠાળ વિસ્તારના લોકો બેવળી ઋતુનો માર જીલી રહ્યા છે.
સામાન્ય રીતે નવેમ્બર માસના અંત પહેલા કડકડતી ઠંડી પડવાનું શ થઇ જતું હોય છે, ઓકટોબરના અંતમાં અને નવેમ્બરના પ્રારંભમાં ઠંડીની શઆત થઇ જતી હોય છે, આ વખતે ઠંડીનું આગમન મોડુ થયું છે, જો કે આવનારો ડીસેમ્બર માસ કડકડતી ઠંડી લાવશે એવી આશા રાખવામાં આવી રહી છે, લોકો ગરમીનો લાંબો કાળો વેઠીને ખરેખર થાકી ગયા છે, ઋતુ ચક્રમાં સમય પ્રમાણે ફેરફાર છે અને ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે, જોઇએ કડકડતી ઠંડી કયારે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech